www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાઠીનાં અકાળાનાં વિશ્વાસઘાતનાં ગુનાનો આરોપી ઝડપાયો


સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.23
લાઠીના અકાળા ગામે આવેલ કિસ્મત ઓઈલ મીલમાં સિંગતેલના ડબાનો મોટા જથ્થાનો ઓર્ડર આપવાની લાલચ આપી મિલના સંચાલકને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી સિંગતેલના ડબા નંગ 181 ટેક્ષ સહિત કુલ રૂપિયા 5,66,385 નો મુદ્દામાલ ફોન મારફતે મંગાવી બારોબાર પ્રથમ અમરેલી ખાતે 55 ડબાની તથા સુરત ખાતે અલગ અલગ ત્રણ જગ્યાએ કુલ 126 ડબાની ડીલેવરી કરાવી મિલ સંચાલકને ડીલેવરી બાદ પેમેન્ટ આર.ટી.જી. એસ. કરવાનુ કહી બાદમાં અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં મિલ સંચાલકને સિંગતેલના ડબા નંગ 181 ટેક્ષ સહિતકુલ રૂપિયા 5,66,385 ના પૈસા ન ચુકવી મિલ સંચાલક સાથે વિશ્વાસઘાત તથા ઠગાઈ કરવાના ઈરાદે છેતરપીંડી કર્યાની પોલીસમાં નોંધાઈ હતી.

જેની તપાસમાં આરોપી નિશાંતભાઈ મથુરભાઇ જાવીયા (મુળ રહે. બરડીયા, તા. જામકંડોરાણા, હાલ રહે. મોરબી) તથા રોહીતભાઇ વિનુભાઇ ગજેરા (મુળ રહે. ગોઢાવદર, તા. લીલીયા, હાલ વેલછા તા. માંગરોળ, જી. સુરત) ને ટેકનીકલ સોર્સ આધારે સિંગતેલના 33 ડબા કિંમત રૂપિયા 1,03,ર90ના મુદ્ામાલ સાથે બંને ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Print