www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

થોરાળા વિસ્તારની 16 વર્ષની સગીરાને કુંવારી માતા બનાવવાના પોકસોના કેસમાં આરોપી જામીનમુક્ત


બાળકીનો જન્મ થતા ડીએનએ ટેસ્ટ કરતા આરોપી હમીદ કંડીયા સાથે રિપોર્ટ મેચ થયા હતા

સાંજ સમાચાર

રાજકોટ, તા.19
થોરાળા વિસ્તારની 16 વર્ષની સગીરાને કુંવારી માતા બનાવવાના પોકસોના ચકચારી કેસમાં પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો થયો છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદી માતાએ પોતાની સગીર વયની પુત્રીનું પેટ એકદમથી વધી ગયેલ હોય, જે અંગે પુછતા ભોગબનનાર એકદમથી રડવા લાગેલ અને હમીદ કંડીયા સાથસ પ્રેમસંબંધ હોય, હમીદએ પોતાના મોબાઈલમાં રહેલ નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર નવાર ભોગબનનારની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલા હતા. તેમ જણાવેલ. ત્યારબાદ ભોગબનનારે એક બાળકીને જન્મ આપેલ.

ડી.એન.એ. પરીક્ષણમલમાં બાળકીના બાયોલોજીક પિતા તરીકે હમીદનું ડી.એન.એ. સેમ્પલ મેચ થયેલ હતું. હમીદ અયુબભાઈ કંડીયાની ધરપકડ કરવામાં આવેલ હતી અને ગુનો નોંધી જેલ હવાલે કરાયો હતો. જેલમાંથી હમીદએ જામીન પર છૂટવા પોકસો અદાલતમાં અરજી કરેલ. અરજી ચાલવા ઉપર આવતા આરોપીના બચાવમાં રજુ કરવામાં આવેલા દલીલો, હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં.લઈ સ્પે. પોકસો કોર્ટે આરોપી હમીદ કંડીયાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજિત બી. મકવાણા રોકાયેલા હતા. 

Print