www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ


સાંજ સમાચાર

રાજકોટ, તા.27
ગત તા.26-1-2024 ના રોજ રાજકોટના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ લખાવેલ કે, તેની 14 વર્ષની સગીર દીકરીને આરોપી લલચાવી ફોસલાવી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરેલ છે. પોલીસે આરોપી વીકી રામભાઈ તરેટીયાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.

ચાર્જશીટ થયા બાદ આરોપીએ જામીન ઉપર છૂટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે.

ભોગબનનાર સગીરાની ઉંમર માત્ર 14 વર્ષની છે. સગીરાએ તેમના નિવેદનમાં પણ આરોપીએ બળજબરીથી દુષ્કર્મ કરેલ હોવાની હકીકત જણાવેલ છે. તેથી આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોય, જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાલાએ જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલા હતા.

Print