www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પોલીસના ગ્રેડ પે આંદોલન વખતે થયેલા કેસમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોનો નિર્દોષ છુટકારો


જાહેર રસ્તા પર બેસીને ટ્રાફીક અડચણ કરી તેમજ ઈરાદાપૂર્વક પોલીસ જવાનોમાં સરકાર પ્રત્યે અસંતોષ પેદા કરાવીને ઉશ્કેરણી કરવાનો આરોપ હતો

સાંજ સમાચાર

રાજકોટ, તા.

પોલીસના ગ્રેડ પે આંદોલન વખતે થયેલા કેસમાં કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોનો નિર્દોષ છુટકારો થયો છે. તેમના પર જાહેર રસ્તા પર બેસીને ટ્રાફીક અડચણ કરી તેમજ ઈરાદાપૂર્વક પોલીસ જવાનોમાં સરકાર પ્રત્યે અસંતોષ પેદા કરાવીને ઉશ્કેરણી કરવાનો આરોપ હતો.

આ કેસની વિગત એવી છે કે, ગઈ તા.26/10/2021 ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસ ગ્રેડ પે બાબતે સરકાર સામે ઝુંબશ ચાલતી હોય તેના સમર્થનમાં આકસ્મીક કાર્યક્રમ કરેલ અને જાહેર રસ્તા પર બેસીને ટ્રાફીક અડચણ કરી પોલીસ ફોર્સ તુમ આગે બઢો હમ તુમારે સાથ હે જેવા નારા લગાવી પોલીસ વિભાગમાં ઈરાદા પૂર્વક સરકાર પ્રત્યે અસંતોષ પેદા કરાવીને સરકાર વિરૂધ્ધ ઉશ્કેરણી કરી આંદોલન કરીને આરોપીઓએ ગુન્હો કરેલ જે બાબતે પ્ર.નગર પોલીસે (1) રોહિત રાજપુત (2)અભિરાજ તલાટીયા (3) પાર્થ બગડા, (4) યશ ભીંડોરા (5) મિલન ઝંઝવાડીયા (6)જીત પારેખ (7)ચિરાગ બારડની ધરપકડ કરીને આઈ.પી.સી. કલમ 283 તથા ધ પોલીસ ઈન્સાઈન્ટમેન્ટ ટુ ડીલ સકસેશન એકટ 1922 ની કલમ 3 તથા જી.પી.એકટની કલમ 135 અન્વયેના ગુન્હો નોંધ્યો હતો. કેસ ચાલતા આરોપી કોંગ્રેસના કાર્યકરોના વકીલની દલીલો ધ્યાને લઇ અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી પરેશ એન. કુકાવા, તથા નરેન્દ્રસિંહ એમ. જાડેજા, વિરલ એસ. ભટ્ટ રોકાયેલા હતા.

Print