www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આવકની સાચી વિગતો છુપાવવાના ગુનામાં આરોપી પ્રવિણચંદ્ર જોષીનો નિર્દોષ છુટકારો


સાંજ સમાચાર

રાજકોટ તા.21

રાજકોટના રહેવાસી પ્રવિણચંદ્ર લીલાધરભાઈ જોષીએ ઈન્કમટેક્ષની રેડ વખતે ઈન્કમટેક્ષ અધિકારી પાસે પોતાની આવક અંગેની સાચી અને ખરી વિગતો છુપાવવાના ગુન્હા સબબ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ એ કરેલ અલગ-અલગ બે કેસોમાં રાજકોટના જયુ.મેજી. (ફ.ક.)એ આરોપી પ્રવિણચંદ્ર જોષીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગત મુજબ, ઈન્કમટેક્ષ વિભાગની કાર્યવાહી સામે આરોપીએ પ્રવિણચંદ્ર જોષીએ ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં સેક્ધડ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ પેન્ડિંગ હતી તે દરમ્યાન રાજકોટનાં ઈન્કમટેક્ષ ઓફિસરે આરોપી-પ્રવિણચંદ્ર જોષી વિરૂધ્ધ પોતાના બુક ઓફ એકાઉન્ટમાં સાચી વિગતો છુપાવી ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરેલ હોય તથા સર્ચ દરમ્યાન પણ આકારણી અધિકારી સમક્ષ સોગંદ ઉપર ખોટી હકીકતો જાહેર કરેલ હોવાના આરોપસર બીજી ફરીયાદ દાખલ કરેલ. આરોપીના એડવોકેટ શ્યામલભાઈ સોનપાલએ કરેલ દલીલો, સર્વોચ્ચ અદાલત તથા અન્ય વડી અદાલતોના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી-પ્રવિણચંદ્ર જોષીને શંકાનો લાભ આપી બે કેસમાં છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપી પક્ષે ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેશભાઈ વેકરીયા, મલ્હાર સોનપાલ તથા લીગલ આસીસ્ટન્ટ તરીકે દિવ્યા જાની રોકાયેલ હતા.

Print