www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આરપીએફ ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી હોદ્દો ધારણ કરવાનાં કેસમાં આરોપીનો છુટકારો


સાંજ સમાચાર

રાજકોટ તા.22
 રાજકોટ રેલ્વે સ્ટેશનમાં આવેલ આરપીએફ ઓફીસના અધિકારી શુકલભાઈ કોયાભાઈ મકવાણા રાજકોટ અને મુળ ગામ-કેનપુર, તાલુકો- સંતરામપુર, જીલ્લો મહિસાગરવાળાએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી ચિરાગભાઈ પટેલ રહે. રણછોડનગર, સંતકબીર રોડ, રાજકોટવાળાની સામે ફરીયાદ નોંધાવીને જણાવેલ કે, આરોપી પોતે વેપાર ધંધો કરતો હોવા છતાં પોતે પોતાની ઓળખ ઈન્ડિયન રેલ્વે પ્રોટેક્ષન ફોર્સ રાજકોટમાં નોકરી કરે છે.

તેવું ફેસબુક એકાઉન્ટ બનાવી ખોટો હોદો ધારણ કરી ખોટો ઓળખાણ આપીને રાજય સેવક ન હોવા છતાં પોતે રેલ્વે પ્રોટેક્ષન ફોર્સ પશ્ર્ચિમ વિભાગ રાજકોટ શહેર ગુજરાત ઈન્ડિયન રેલ્વે વિભાગ લખીને ફેસબુકમાં ચડાવીને ખોટો હોદો ધારણ કરેલ જે મુજબની ખોટી ફરીયાદ જુલાઈ 2018માં ડિવિઝનલ આરપીએફ ડીવીઝનલ સિકયુરીટી કમિશ્ર્નર મીથુન સોનીએ શુકલભાઈ મકવાણાને આરપીએફ ઓફિસમાં બોલાવી એક પ્રીન્ટ દેખાડીને ગુનો દાખલ કરવાની સુચના આપેલ હતી. જેથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને આરોપીની અટકાયત થયેલ ત્યારબાદ ચાર્જસીટ દાખલ થયેલ.

 આરોપીના એડવોકેટ સંજય એચ. પંડયાની દલીલોને ધ્યાને લઈને આરોપી ચિરાગભાઈ પટેલને નિર્દોષ છોડતો હુકમ ફરમાવીને જણાવેલ કે, તપાસ કરનાર અમલદાર પાદરીયાની ઉલટ તપાસ ધ્યાને લેતા આરોપીએ ખોટી ઓળખ આપેલ હોય ફેસબુકમાં ખોટી માહિતી મુકેલ હોય તેવો કોઈ પુરાવો ચાર્જસીટ સાથે રજુ થયેલ નથી. ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય તેવું ઠરાવીને આરોપીને અધીક ચીફ જયુ. મેજીસ્ટ્રેટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કેસમાં આરોપીનાં એડવોકેટ સંજય એચ. પંડયા તથા મનિષ એચ. પંડયા, જયદેવસિંહ ચૌહાણ, ઈરસાદ શેરસીયા, વનરાજસિંહ જાડેજા રોકાયેલ છે.

Print