www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજુલાના ખાખબાઈ ગામની પરિણીતાનાં આપઘાત કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


સાંજ સમાચાર

રાજુલા,તા.22
આજથી આશરે પાંચેક વર્ષ પહેલા રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે પુંજીબેન ભોળાભાઈ બાબરીયા અનુ. જાતિનાએ ઝેરી દવા પી આપઘાત કરેલ જે બાબતે મરણ જનારના પુત્ર હરેશભાઈએ તેની બાજુમાં રહેતા તેમના મોટા બાપા હાદાભાઈ માણસુરભાઈ બાબરીયા અને તેના પત્નિ તથા દિકરા દિકરીઓ વિરૂધ્ધ એવા મતલબની એફ.આઈ.આર. નોધાવેલ કે અમારા ઘરની બાજુમાં રહેતા મારા મોટા બાપા હાદાભાઈ તથા તેના પત્નિ રાજીબેન તથા તેના દિકરા અને દિકરીઓએ મારા માતા સાથે રસ્તાના હલાણ બાબતે માથાકુટ કરતા તેના ત્રાસના કારણે દવા પી ગયેલ.

આ બાબતે બનાવના સવારે પણ ઝઘડો થયેલ અને આરોપીઓ મારવા દોડેલ અને કહેલ કે તુ મરી જા એમ કહેલુ અને તે રીતે ફરીયાદી હરેશભાઈની માતાને આરોપીઓ મરવા મજબુર કરતા ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ જે મતલબની ફરીયાદ રાજુલા પોલીસ સ્ટેશને હ2ેશભાઈ ભોળાભાઈ બાબરીયાએ નોંધાવેલ. સદરહુ કેસ રાજુલા એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં રાજુલા કોર્ટે આરોપીઓ તર્ફે વકીલ કે.એસ. રાઠોડની દલીલ માન્ય રાખી તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકેલ આ કેસ કામે સાથે વકીલ હેમુભાઈ રાઠોડ તથા વકીલ બી.આર.સીધવ પણ રોકાયેલ હતા.

Print