www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આરોપીઓના ગજવામાંથી મૃતકના પરિવારોને વળતર આપો

TRP ગેમઝોનના ઉદઘાટનમાં ગયેલા તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ : હાઇકોર્ટ આકરા પાણીએ


► નિયમ પાલન ન થતા ઘટના બની છે : આજે ત્રીજી વખતની સુનાવણીમાં અધિકારીઓ લાઇનમાં હાજર રહ્યા

સાંજ સમાચાર

► મ્યુનિસિપલ કમિશ્નરોના સોગંદનામા ફગાવ્યા : 15 દિવસમાં તપાસ રીપોર્ટ માંગ્યો : હાઇકોર્ટ કંઇ ચલાવી નહીં લે-ગર્ભિત ટકોર

રાજકોટ, તા. 13
રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટ આકરા પાણીએ હોય તેમ  આજે સુનાવણી દરમ્યાન એમ કહ્યું હતું કે ગેમ ઝોનના ઉદઘાટનમાં હાજર રહેલા તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ. કોર્પોરેશને જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. હાઇકોર્ટ કાંઇ પણ ચલાવી નહીં લે કોર્પોરેશનના કમિશ્નરો દ્વારા કરવામાં આવેલા સોગંદનામા પણ હાઇકોર્ટે ફગાવી દીધા હતા અને 15 દિવસમાં તપાસ રીપોર્ટ રજૂ કરવાની સૂચના આપી હતી. 

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટના અગ્નિકાંડની કરૂણ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે આજે હાઇકોર્ટમાં સુનાવણી વચ્ચે પીઆઇએલ કરનાર અમિત પંચાલે મહત્વની દલીલ કરી હતી. અરજદાર દ્વારા મૃતકોના પરિવારોને આરોપીઓના ખિસ્સામાંથી વળતર ચૂકવવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. 

એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે કોર્ટના નિર્દેશોનું પાલન ન થતા આ ઘટના બની છે. જેથી આરોપીઓના   ગજવામાંથી વળતર ચુકવવું જોઇએ. હાઇકોર્ટમાં એવી વાત રજૂ થઇ છે કે બીયુ પરમીશન વગર બિલ્ડીંગમાં ઇલેકટ્રીક જોડાણ આપવા ન જોઇએ અને નિયમનું પાલન ન થાય તો કડક પગલા લેવા જોઇએ પરંતુ તેનો અમલ થતો નથી. 

27 લોકોને ભરખી જનાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. હાઇકોર્ટ સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી કરી રહી છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી થઇ છે. જુદી જુદી મહાનગર પાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, જીએચએએ પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત છે.

પહેલીવાર 27 મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 26 મેના રોજ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રવિવારે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસા.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે 27 મેના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીઓની ઝાટકણી કાઢી હતી.

Print