www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

30 ચીની ઈજનેરો માટે વિઝા માંગતુ અદાણી ગ્રુપ


સોલાર ઉત્પાદન કંપનીમાં ચીનના 8 ભાગીદારો છે: સપ્લાય ચેઈન માટે એન્જીનીયર બોલાવવાનું જરૂરી હોવાથી વિઝા આપવા કેન્દ્રને દરખાસ્ત

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.29
સરહદી વિવાદને કારણે ‘બોયકોટ ચાઈના’ અભિયાન વચ્ચે પણ ચીન સાથેના વ્યાપાર વ્યવહાર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાના રિપોર્ટ વચ્ચે હવે સરકારની નજીકની ગણાતા અદાણી ગ્રુપે પોતાની કંપનીના ચાઈનીઝ ભાગીદારોના ઈજનેરોને વિઝા આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે.

અદાણી ગ્રુપની સોલાર ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત કંપની દ્વારા ચીનના અંદાજીત 30 એન્જીનીયરોને વિઝા માટે કેન્દ્ર સરકારની મંજુરી માંગી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરની માઈનીંગ ક્ષેત્ર સુધી સોલાર ઈકવીપમેન્ટની સપ્લાય ચેઈન ઉભી કરવા માટે આ એન્જીનીયરો મદદરૂપ થઈ શકે તેમ હોવાની દલીલ સાથે આ માંગ કરવામાં આવી છે.

અંગ્રેજી અખબાર બિઝનેશ સ્ટાંડર્ડના અહેવાલ મુજબ કંપનીએ કેન્દ્ર સરકારમાં રજુ કરેલી દરખાસ્ત પ્રમાણે કંપનીમાં ચીનના આઠ ભાગીદારો છે અને તેઓ ઉપકરણોના મુખ્ય ઉત્પાદકો તથા સપ્લાય ચેઈનના વેપારીઓ છે. કંપનીએ 2021-22માં 591 કરોડના ચીની ઉપકરણોની આયાત કરી હતી. ત્યારબાદ 180 કરોડનાં મંગાવ્યા 
હતા.

ભારત અને ચીન વચ્ચે લાંબા વખતથી સીમા વિવાદ ચાલે છે. ગલવાન રેલીમાં સૈન્ય અથડામણ બાદ ભારતમાં બોયકોટ ચાઈનાની ઝુંબેશ શરૂ થઈ હતી. ચીની માલ નહીં ખરીદવાના એલાન થયા હતા. આ અભિયાન વચ્ચે પણ ચીન ભારતનું સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર રહ્યાનું રીપોર્ટમાં જાહેર થયુ હતું.

 

Print