www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અફઘાનિસ્તાન T-20 વર્લ્ડ કપના સુપર-8 માટે ક્વોલિફાય થયું: પાપુઆ ન્યુ ગીનીને 7 વિકેટે હરાવ્યું, ફારૂકીએ 3 વિકેટ લીધી


સાંજ સમાચાર

અફઘાનિસ્તાને T-20 વર્લ્ડ કપના સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. ટીમે પાપુઆ ન્યુ ગિનીને 7 વિકેટે હરાવ્યું છે. ટોસ જીત્યા બાદ અફઘાનિસ્તાને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાપુઆ ન્યુ ગિનીની ટીમ 19.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ફઝલહક ફારૂકીએ 4 ઓવરના સ્પેલમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. જવાબમાં અફઘાનિસ્તાને 15.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુલબદ્દીન નાયબે 49 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ટીમ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. પાવરપ્લેમાં પાપુઆ ન્યુ ગિનીએ માત્ર 30 રન બનાવ્યા હતા અને 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ચાડ સોપર અને કિપલિંગ ડોરિગાએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ, ચાડ સોપર 10મી ઓવરમાં નૂર અહેમદ દ્વારા રનઆઉટ થયો હતો.

એલી નાઉ અને ડોરિગા વચ્ચે 8મી વિકેટ માટે સૌથી વધુ 38 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી નૂર અહેમદે તોડી હતી. તેણે 27 રનમાં ડોરિગાને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

ટીમ 19.5 ઓવરમાં 95 રન જ બનાવી શકી હતી. ટીમના 4 બેટ્સમેન રન આઉટ થયા હતા. ફારૂકીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે નવીન ઉલ હકે 2 વિકેટ લીધી હતી. જ્યારે નૂર અહેમદને સફળતા મળી હતી.

Print