www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો : બાંગ્લાદેશને હરાવી T20 વર્લ્ડકપના સેમી ફાઈનલમાં પહોચ્યું : ઓસ્ટ્રેલિયા ફેંકાયું


ગુરુવારે ભારત - ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન - આફ્રિકા વચ્ચે સેમી ફાઇનલ મુકાબલો રમાશે

સાંજ સમાચાર

સેન્ટ વિન્સેન્ટ સ્ટેડિયમ :  આજે ટી20 વર્લ્ડ કપના સુપર 8 સ્ટેજના આખરી મુકાબલામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રન (DLS) થી હરાવ્યું છે. આ સાથે અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોચ્યું છે. આ જીત સાથે પોઇન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને સરક્યું અને ટુર્નામેન્ટ બહાર ફેંકાયું. મેચમાં કેપ્ટન રશીદ ખાને 4 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવીને વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

અફઘાનિસ્તાનની જીત સાથે જ ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. ઓછા રન રેટના કારણે કાંગારૂ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 5 વિકેટે 115 રન બનાવ્યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે 10.4 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હતી.

ગુરબાઝ અને ઝદરાન પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. લેગ સ્પિનર ​​રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ભાગીદારી તૂટ્યા બાદ અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 43 રન બનાવ્યા હતા. રાશિદ ખાને અણનમ 19, ઈબ્રાહીમ ઝદરાને 18 અને અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​10 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને 3 વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાનને 1-1 વિકેટ મળી હતી. 

બાંગ્લાદેશની ટીમ 105 રન બનાવી શકી હતી. નવીન ઉલ હકે 18મી ઓવરમાં સતત 2 વિકેટ લઈને ટીમને ઓલઆઉટ કરી દીધી હતી. 54 રન બનાવનાર લિટન દાસ એક છેડે ઊભો રહ્યો અને બીજા છેડેથી વિકેટો પડતી રહી. દાસ સિવાય જોઈ અન્ય ખેલાડી પણ 15 રન ઉપર ન બનાવી શક્યું. અફાનિસ્તાન તરફથી રશીદ ખાન અને નવીન હકે 4-4 વિકેટ ઝડપી. ફારૂકી અને નાયબને 1-1 વિકેટ મળી. 

ચાલુ મેચ દરમ્યાન જ બાંગ્લાદેશ સેમી ફાઈનલ રેસમાંથી બહાર થયું : 
અફઘાનિસ્તાને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને આ ટાર્ગેટ 12.1 ઓવરમાં પૂરો કરવાનો હતો. પરંતુ ટીમ ત્યાં સુધી માત્ર 83 રન જ બનાવી શકી અને સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ. હવે માત્ર ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન જ સેમીફાઈનલમાં પહોંચી શકશે

Print