www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દિલ્હી બાદ હવે સિક્કિમમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે AI આધારિત સિસ્ટમ લાગુ કરાશે


વાહનોની સંખ્યા આધારે ગ્રીન કે રેડ લાઇટ્સના સમયમાં ફેરફાર

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.21
વર્તમાન આધુનિક ટેકનોલોજીનાં યુગમાં હવે રોજબરોજના જીવનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઉપસ્થિતિ સતત વધી રહી છે. પૂર્વોત્તરના રાજ્ય સિક્કિમમાં આવતા શનિવારથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે એઆઇ આધારિત સિસ્ટમ લાગુ થઇ જશે.

આ સાથે દિલ્હી પછી સિક્કીમ દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે એઆઇની મદદ લેવામાં આવી હોય. આ સિસ્ટમ લાગુ થતાં રસ્તા પર વાહનોની સંખ્યાના આધારે ટ્રાફિક-સિગ્નલ પર ગ્રીન કે રેડ લાઇટ્સના સમયમાં ફેરફાર થશે.

સાથે જ ગેરકાયદે વાહનોની ઓળખ પણ કરી શકાશે. આ પહેલાં દિલ્હીમાં ટ્રાફિક-સિગ્નલ્સ પર એઆઇ થી સજજ કેમેરા બેસાડવામાં આવ્યા હતા. હવે આ સિસ્ટમ સિક્કિમમાં લાગુ થવા જઇ રહી છે.

 

Print