www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જિયો - એરટેલ બાદ VI એ પણ મોબાઇલના ચાર્જમાં વધારો કર્યો


તા.4 જુલાઇથી નવા દર લાગુ : ગ્રાહકો ચારે તરફથી ભીંસમાં

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.29
જિયો રિલાયન્સ અને ભારતી એરટેલ બાદ વોડાફોન-આઇડીયાએ પણ શુક્રવારે જ મોબાઇલ સેવાના દરમાં વધારાની જાહેરાત કરી દીધી છે. રિલાયન્સની જાહેરાતના 24 કલાકમાં અન્ય બે કંપનીએ પણ ગ્રાહકો પર બોજ મૂકી દીધો છે. 

એરટેલે 10થી 21 ટકા વધારો કર્યો છે તો વોડાફોને 11 થી 24 ટકા દર વધારવાની જાહેરાત કરી છે. ભારતી એરટેલ અને રિલાયન્સના નવા પ્લાનના દર તા.3 જુલાઇથી લાગુ થશે. જયારે વોડા-આઇડીયાના નવા પ્લાન તા. 4 જુલાઇથી અસરમાં આવશે. 

શુક્રવારે વોડાફોન-આઇડીયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, વીઆઇ ફોર-જીના અનુભવને વધુ સારો બનાવવા સાથે ફાઇવ-જી સેવા શરૂ કરવા માટે આગામી કવાર્ટરમાં મહત્વપૂર્ણ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. 

Print