www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

21 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી રિલાયન્સ પ્રથમ કંપની બની

શેરબજારમાં નવા ‘ઉંચા સ્તરે’ પહોંચ્યા બાદ પટકાયું


સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો, 79000ની નીચે: નિફટી પણ 24000ની અંદર: અંતિમ સમયમાં આક્રમક વેચવાલી

સાંજ સમાચાર

રાજકોટ, તા.28
મુંબઇ શેરબજારમાં એકધારી રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ઉથલ પાથલનો માહોલ સર્જાયો હતો. ઇન્ટ્રા-ડે સેન્સેક્સ તથા નિફટી નવા સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ પટકાયા હતા અને રેડઝોનમાં સરકી ગયા હતા.

શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને થઇ હતી. ચોમાસાની સંતોષકારક પ્રગતિ, કોર્પોરેટ ક્ષેત્રના સારા પરિણામોનો આશાવાદ, ભારતીય બોન્ડનો મોર્ગન ઇન્ડેક્સમાં સમાવેશ જેવા કારણોની સારી અસર હતી. વિદેશી નાણાં સંસ્થાઓની જંગી લેવાલી હતી સામે લોકલ ફંડોએ મોટું વેચાણ કર્યાનો આંકડાકીય રીપોર્ટ આવતા ખચકાટ હતો.

જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ રેકોર્ડબ્રેક સ્તરે હોવાથી વખતો વખત નફારૂપી વેચવાલી આવી જાય છે. બાકી કોઇ ગંભીર વિપરીત કારણો નથી. હવે આવતા દિવસોમાં કોર્પોરેટ પરિણામો  તથા બજેટના આશાવાદ જેવા કારણો ભાગ ભજવતા રહે  તેવી સંભાવના છે.

શેરબજારમાં આજે ટાટા મોટર્સ, ટાઇટન, એશિયન પેઇન્ટ, નેસલે, એનટીપીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ડો. રેડ્ડી, ઓએનજીસી જેવા શેરો ઉંચકાયા હતા. જ્યારે ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, જેએસડબલ્યૂ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મારૂતી જેવા શેરો નબળા હતા.

ભારતની ટોચની કંપની રીલાયન્સનું માર્કેટ કેપ 21 લાખ કરોડે પહોંચ્યું હતું અને દેશની પ્રથમ કંપની બની હતી. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 253 પોઇન્ટના ગાબડાથી 78989 હતો જે ઉંચામાં 79671 તથા નીચામાં 78923 હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 55 પોઇન્ટના ગાબડાથી 23988 હતો તે ઉંચામાં 24174ની નવી ઉંચાઇ બન્યા બાદ નીચામાં 23985 થયો હતો. સેન્સેક્સ 79000 તથા નીફટી 24000ની નીચે ઉતરી ગયા હતા.

બીએસઇમાં આજે 3982 શેરોમાં ટ્રેડિંગ થયું હતું તે પૈકી 2200માં સુધારો હતો. જ્યારે 1666 નબળા હતા. 259  વર્ષની ઉંચાઇએ પહોંચ્યા હતા. 308માં તેજીની સર્કિટ હતી. બીએસઇનું માર્કેટ કેપીટલાઇઝેશન 440 લાખ કરોડને પાર થઇ ગયું હતું.

Print