www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાંબા સમય સુધી પાણીની અંદર રહેવાનો બનાવ્યો રેકોર્ડ

ત્રણ મહિના સમુદ્રમાં વિતાવ્યા પછી, ઉંમર 10 વર્ષ ઓછી દેખાવા લાગી


કોલેસ્ટ્રોલના સ્તરમાં 72 પોઈન્ટનો ઘટાડો: ડીએનએમાં ફેરફાર સાથે સ્ટેમ સેલની સંખ્યામાં વધારો

સાંજ સમાચાર

રાજકોટ,તા.21
એટલાન્ટિક મહાસાગરમાં એક યુવાને 93 દિવસ સુધીનો સમય સમુદ્રમાં વિતાવ્યો હોવાની ઘટના સામે આવી છે. એટલાન્ટિક મહાસાગરની ઊંડાઈમાં નિવૃત્ત નૌકા અધિકારી જોસેફ ડિતુરીને યુવાન રાખવામાં આવ્યો હતો. એક રિસર્ચના ભાગરૂપે તેને લગભગ ત્રણ મહિના સુધી પાણીની અંદર રાખવામાં આવ્યો. જયારે તે બહાર આવ્યો ત્યારે તે તેની ઉંમર કરતા 10 વર્ષ નાનો દેખાવા લાગ્યો હતો. આ જોઈને વૈજ્ઞાનિકોની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

માનવ શરીર પર પાણીના દબાણની અસર રિટાયર્ડ નેવલ ઓફિસર જોસેફ ડિતુરીને સંશોધન માટે પાણીની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓ એ જાણવા માંગતા હતા કે, દબાણયુક્ત વાતાવરણમાં પાણીની નીચે રહેવાથી માનવ શરીર પર શું અસર પડે છે.

તેમને 93 દિવસ સુધી કોમ્પેક્ટ પોડમાં પાણીની અંદર રાખવામાં આવ્યા હતા. પરીક્ષણ બાદ જાણવા મળ્યું કે, ડિતુરીના ટેલોમેરેસ પહેલા કરતા 20 ટકા લાંબા થઈ ગયા છે. રંગસૂત્રના અંતમાં ડીએનએના આવરણને ટેલોમેર કહેવામાં આવે છે. તેમની લંબાઈ વધતી ઉંમર સાથે ઘટતી જાય છે. ડેતુરીએ પાણીની અંદર રહેવાનો નવો રેકોર્ડ બનાવ્યો.

વધુ કેટલાક ફેરફારો સારી ઊંઘ આવવા લાગી કોલેસ્ટ્રોલ પણ 72 પોઈન્ટ નીચે આવ્યું શરીરમાં બળતરા પેદા કરતા તત્વોની માત્રા અડધી થઈ ગઈ  DNA કવરની લંબાઈ 20 ટકા વધી

Print