www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બેડી બાદ તસ્કરે નવાગામમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાંથી પણ છતર ચોર્યા’તા


કુવાડવા રોડ પોલીસ મથકમાં સીસીટીવીમાં નજરે પડેલ તસ્કર વિરૂદ્ધ વધુ એક ચોરીનો ગુન્હો નોંધાયો

સાંજ સમાચાર

રાજકોટ તા.22
રાજકોટમાં રહેતા શખ્સે બેડીગામનાં બે મંદિરમાં ચોરી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જેમના સીસીટીવી પણ વાયરલ થયા હતા. જે બાદ નવાગામમાં પણ આવેલ ખોડીયાર મંદિરમાંથી રૂા.12 હજારના ચાંદીના છતર ચોર્યાનુ સામે આવતા વધુ એક ગુન્હો તસ્કર સામે નોંધાયો હતો. કુવાડવા રોડ પોલીસે તસ્કરને સકંજામાં લઈ સઘન પુછતાછ હાથ ધરી હતી.

બનાવ અંગે નવાગામમાં રહેતા કેતનભાઈ કાનજીભાઈ ટાંક (ઉ.38) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ નવાગામમાં સ્મશાનની પાસે ઈંટોનો ભઠ્ઠો ચલાવે છે. તેમની બાજુમાં ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે જેની તેઓ સેવા-પૂજા કરે છે. ગઈ તા.10/2ના સવારના સમયે તેઓ મંદિરે સેવા-પુજા કરવા ગયેલ બાદમાં તેઓ પોતાના ઈંટોના ભઠ્ઠા પર કામ પર ચાલ્યા ગયેલ હતા. બાદમાં તા.12ના સાંજના પાંચેક વાગ્યે મંદિરે સાફસફાઈ કરવા માટે જતા માતાજીના મંદિરની ઉપર આવેલ ચાંદીના નાના-મોટા ચાર છતર જોવામાં આવ્યા ન હતા. જેથી તેઓના મિત્રને બોલાવી છતર અંગે તપાસ કરતા મળી આવેલ ન હતા.

જેથી મંદિરમાં માતાજી પર ચઢાવેલ ચાંદીના દોઢસો ગ્રામ છતર રૂા.12000નો મુદામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરતા અગાઉ બેડીગામમાં બે મંદિરમાં ચોરી કરનાર રાજકોટનો શખ્સ હોવાનું સામે આવતા પોલીસે તેને સકંજામાં લઈ વધુ પુછતાછ હાથ ધરી હતી.

Print