www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘કલ્કિ 2898 એડી’ની સફળતા બાદ ‘સિક્વલ’ પણ તૈયાર: ત્રણ દિવસમાં 200 કરોડ કમાણી


સાંજ સમાચાર

મુંબઇ:

‘કલ્કિ 2898 એડી’ના બીજા પાર્ટનું શૂટીંગ 60 ટકા પુરું થયું હોવાની માહિતી ડિરેક્ટર નાગ અશ્ર્વિને આપી છે. ફિલ્મના મોટા ભાગનું શૂટીંગ હજી બાકી છે. ફિલ્મને ક્યારે રિલીઝ કરવામાં આવશે એની તારીખ હજી સુધી નક્કી નથી કરવામાં આવી. ફિલ્મને વૈજયંતી મૂવીઝે પ્રોડ્યુસ કરી છે. એ વિશે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખવામાં આવ્યું છે કે, ‘કલ્કિ 2898 એડી’ના બીજા ભાગનું 60 ટકા શૂટિંગ પુરું કરી લેવામાં આવ્યું છે. મોટા ભાગનું શૂટીંગ હજી બાકી છે. ફિલ્મની રીલીઝની તારીખ હજી સુધી નક્કી નથી કરી.

►ત્રણ દિવસમાં સૌથી વધુ બિઝનેસ કરનારી આ વર્ષની ફિલ્મ બની કલ્કિ 2898 એડી

પ્રભાસ  અને દિપીકા પાદુકોણની ગુરુવારે રીલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’એ ત્રણ દિવસમાં ધરખમ બિઝનેસ કર્યો છે અને 2024ની સૌથી વધુ બિઝનેસ કરનારી એ ફિલ્મ બની ગઇ છે. ત્રણ દિવસમાં આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે. ફિલ્મને નાગ અશ્ર્વિને ડિરેક્ટ કરી છે. ફિલ્મ દેશ અને દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મ હિન્દીની સાથે સાઉથની અન્ય ભાષાઓમાં પણ રીલીઝ થઇ છે. ત્રણ દિવસના ક્લેકશન પર નજર નાખીએ તો હિન્દીમાં કુલ 72.5 કરોડ રૂપિયા, તેલુગુમાં 126.9 કરોડ, તામિલમાં 12.8 કરોડ, મલયાલમમાં 6.7 કરોડ અને ક્ધનડમાં 1.1 કરોડની સાથે ટોટલ 220 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે વિદેશમાં ત્રણ દિવસમાં 415નો બિઝનેશ કર્યો છે.

 

 

Print