www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: ભારતીયનું મોત


પ્રોવિઝન સ્ટોરમાં ઘટના : અન્ય એક પાર્ટીમાં પણ 600 રાઉન્ડ ફાયર

સાંજ સમાચાર

ન્યુયોર્ક,તા.24
અમેરિકામાં ફરી એક પ્રોવિઝન સ્ટોરમાં ફાયરીંગ કરવામાં આવતા ભારતના આંધ્રપ્રદેશના ગોપી ક્રિષ્ના નામના યુવાનનું મોત થયું છે. હુમલામાં કુલ 4 લોકોના જીવ ગયા હતા, બીજી તરફ મોન્ટગોમેરી ખાતે એક પાર્ટીમાં  600થી વધુ રાઉન્ડ ગોળીબારમાં પણ ડઝન લોકોને ઇજા થઇ હતી. 

આ સિવાય ઓહાયો રાજ્યની રાજધાની કોલંબસમાં એક શકમંદે અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોને ઘાયલ કર્યા હતા. ન્યૂયોર્કના રોચેસ્ટર વિસ્તારના એક પાર્કમાં ગોળીબારની ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે.

જ્યારે અરકન્સાસની ઘટનામાં ભારતીય ગોપી ક્રિષ્ના સહિત શર્લી ટેલર, રોય સ્ટરગિસ, એલન શેરમ, કેલી વીમ્સનું મોત નીપજ્યું હતું. અહીં ટ્રેવિસ યુજેન નામના શકમંદે હુમલો કર્યાનો પોલીસે દાવો કર્યો છે. આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા હતા.

બીજી બાજુ મોન્ટગોમેરીના મેયર સ્ટીવન એલ. રીડે ફાયરિંગની ઘટના વિશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસ અને પેરામેડિક્સે રવિવારે સવારે 1.30 વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળતાં કાર્યવાહી કરી હતી. રવિવારની મધ્યરાત્રિની આસપાસ લોકોની ભીડ ધરાવતી પાર્ટી પર 600 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. 

Print