www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજયમાં ફરી એર એમ્બ્યુલન્સ શરૂ: 108 પરથી મળશે સેવા


એક એરપોર્ટથી બીજા એરપોર્ટ ઝડપથી પહોંચી શકાશે

સાંજ સમાચાર

ગાંધીનગર તા.22

રાજય સરકારના સિવિલ એવિએશન વિભાગ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો આરંભ કરાયો છે.જેનો લાભ વધુમાં વધુ લોકોને વ્યાજબી ભાવે પ્રાપ્ત થાય તે રીતે આ સેવાને કાર્યરત રાખવાનો સરકારનો ઈરાદો છે.

આ સેવા સિવીલ એવીએશન વિભાગ અને GVK-EMRI દ્વારા સંયુકત રીતે ચલાવવામાં આવી રહી છે. આ એર એમ્બ્યુલન્સની સેવાનો લાભ લેવા માટે નાગરીકોએ 108 એમ્બ્યુલન્સ સર્વીસનો સંપર્ક કરવાનો રહે છે.

આ એર એમ્બ્યુલન્સ સર્વિસ બીક ક્રાફટ2-200 પ્લેનનો ઉપયોગ કરે છે જેમાં ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ સાથે વેન્ટીલેટર, ડિફિબ્રિલેટર, ઓકિસજન સિલીન્ડર અને ઈસીજી મોનીટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો પણ ઉપલબ્ધ હોય છે. 

આ એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હવે ઝડપથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ પર તુરંત પહોંચાડી શકાય છે. જેથી ક્રિટીકલ ક્ધડીશનમાં દર્દીઓને સમયસર ઝડપથી તબીબી સારવાર ઉપલબ્ધ થઈ શકે છે. અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફલાઈટ સફળતા પૂર્વક ઓપરેટ કરવામાં આવી છે.

Print