www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એલન મસ્ક પોતાના પગાર મામલે પણ અવ્વલ: અધધધ 56 અબજ ડોલર!


ટેસ્લાના ઈન્વેસ્ટરોનો પણ મસ્કના પેકેજને ટેકો

સાંજ સમાચાર

ટેસ્લાના (અમેરિકા),તા.14
ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અત્યારે દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં ટોપ પર છે. એટલું જ નહીં, આખી દુનિયામાં ઈલોન મસ્ક જેટલો પગાર પણ કદાચ કોઈને નહીં મળતો હોય. ટેસ્લાના ઈન્વેસ્ટરોએ ઈલોન મસ્કને 56 અબજ ડોલરનું પે પેકેજ આપવાને ટેકો આપ્યો છે અને આ એક રેકોર્ડ છે. આ ઉપરાંત કંપનીનું હેડક્વાર્ટર પણ શિફ્ટ કરીને ટેક્સાસ લઈ જવાશે જ્યાં તેમને ટેક્સમાં ભારે બચત થવાની છે.

ટેસ્લાએ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની છે અને તેના માલિક ઈલોન મસ્ક પોતાના ધૂની સ્વભાવ માટે જાણીતા છે. ઈલોન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટર પણ ખરીદી લીધી છે અને તેમાં પણ એવા જાત જાતના સુધારા કર્યા છે જેનાથી તેમની કમાણી વધી ગઈ છે.

હવે ટેસ્લાના ઈન્વેસ્ટરોએ ઈલોન મસ્કને વર્ષે 56 અબજ ડોલરનું પે પેકેજ આપવાના નિર્ણયને ટેકો આપ્યો છે અને તેના કારણે ઈલોન મસ્કે પોતાના ઈન્વેસ્ટરોનો આભાર માન્યો છે. અમેરિકાના કોર્પોરેટ ઈતિહાસમાં આ એક મોટી વાત છે કારણ કે અગાઉ કોઈને આટલું મોટું પે પેકેજ નથી મળ્યું.

ટેસ્લા અત્યારે ઘણા લીગલ પડકારનો સામનો કરે છે ત્યારે ઈલોન મસ્ક આટલો જંગી પગાર મેળવીને કંપનીને લાંબા સમય સુધી મજબૂત બનાવશે તેવું કહેવામાં આવે છે. 2018ના ઈલોન મસ્કના વેતનને લઈને પણ લીગલ વિવાદ ચાલે છે.

Print