www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂડિયો દારૂને શું પીવાનો?....

દુનિયામાં દર વર્ષે 26 લાખ લોકોનો ભોગ લે છે શરાબ: ભારતમાં ચીન કરતા દારૂથી ડબલ મોત


વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનો ચોંકાવનારો રિપોર્ટ: દારૂથી દુનિયાભરમાં 40 કરોડ લોકોને બીમારી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.28
શરાબ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ જાણવા છતાં દુનિયામાં શરાબ પીવાય છે. આ શરાબ દર વર્ષે 26 લાક લોકોના જીવ લે છે તેમ છતાં બેધડક શરાબ પીવાય છે. શરાબ સેવનથી ભારતમાં ચીન કરતાં મોતનો આંકડો ડબલ છે.

શરાબથી મોતના મામલામાં ભારતની ખરાબ હાલત છે. અહીં એક લાખ મોતમાં શરાબથી 38.5 ટકા મોત થાય છે. ચીનમાં દર એક લાખ મોતમાં શરાબથી મોતની સંખ્યા 16.1 ટકા છે. દુનિયાભરમાં દર વર્ષે 26 લાખના મોત શરાબ સેવનથી થાય છે. 40 કરોડ લોકો શરાબ સેવનથી થતી બીમારીઓથી પીડિત છે. જે દુનિયાની કુલ મોતના 4.7 ટકા છે. મતલબ કે દર 20માંથી 1 વ્યકિતના મોત માટે શરાબ જવાબદાર છે.

આ જાણકારી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ની ‘ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન એલ્કોહોલ એન્ડ હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સબ્સટેન્સ યુઝ ડિસઓર્ડર’માં બહાર આવી છે.
શરાબ અને નશીલી દવાઓના સૌથી વધારે શિકાર 20 થી 39 વર્ષના યુવાનો બની રહ્યા છે. સ્વાસ્થ્ય સંગઠને એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે 2019માં યુરોપ અને આફ્રિકી ક્ષેત્રોમાં સૌથી વધુ મોત નોંધાયા હતાં.

જો યુરોપને છોડવામાં આવે તો નબળા દેશોમાં શરાબના સેવન સાથે સંકળાયેલ મૃત્યુનો દર સૌથી વધુ છે. જ્યારે ઉચ્ચ આવકવાળા દેશોમાં આ દર સૌથી ઓછો રહ્યો છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના રિપોર્ટમાં શરાબ અને નશીલી દવાઓના વિજ્ઞાપનો પર રોકની માંગણી કરી છે.

Print