www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આવતીકાલથી અમરનાથ યાત્રા શરૂ: આતંકીઓને ભરી પીવા માર્ગો પર હાઈટેક સુરક્ષા વ્યવસ્થા


હાઈવે પર ડ્રોન, સીસીટીવી, યુએવી, સ્વાઈપરથી વોચ

સાંજ સમાચાર

જમ્મુ (જમ્મુ-કાશ્મીર) તા.28
આવતીકાલથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે કાશ્મીરમાં હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા છે અને મજબૂત સુરક્ષા ગ્રીડની સ્થાપના કરાઈ છે. પુલીસ મહાનિરીક્ષક (આઈજીપી) કાશ્મીર વી.કે.બિરદીએ જણાવ્યું હતું કે હાલમાં જ કેટલીક આતંકી ઘટનાઓએ રાજયનો માહોલ બગાડવાની કોશિશ કરવામાં આવી હતી. આવા અનેક ઈનપુટ મળ્યા બાદ મજબૂત રણનીતિ બનાવવામાં આવી છે.

અમરનાથ યાત્રા સુરક્ષિત બનાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા એજન્સીઓ સાથે મળીને મજબૂત સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરી છે. આઈજીપીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે અમરનાથ યાત્રાના બન્ને રૂટો પર વિશેષ મહારાત મેળવેલ માઉન્ટેન રેસ્કયુ ટીમો (એમઆરટી) તૈનાત કરવામાં આવી છે. અમરનાથ યાત્રા માટે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. જેમાં ડ્રોન, સીસીટીવી, યુએવી, સ્નાઈપર વગેરે લગાવાઈ રહ્યા છે.

Print