www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામનગરમાં પ્રિ-વેડીંગ ઈવેન્ટ પાર્ટ-1 એ દેશ-દુનિયાનું ધ્યાન ખેંચેલુ, હવે....

અંબાણી પરિવારનાં અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ ઈવેન્ટ પાર્ટ-2 ફ્રાન્સના સાગરમાં તરતા ક્રુઝમાં!


જે રીતે ટાઈટેનિક જહાજમાં એક શહેર જેવી સુવિધા હતી તેવી અંબાણી પરિવારના લકઝરી ક્રુઝમાં હશે: રૂટ પર સુંદર પ્રાકૃતિક દ્રશ્યો અને ડોલ્ફીનનો નજારો મહેમાનોને જોવા મળશે

સાંજ સમાચાર

મુંબઈ,તા.24
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનુ બીજુ પ્રિ-વેડીંગ ફંકશન આ મહિનાના અંતમાં યોજાશે જેની ભવ્યાતિભવ્ય ઈવેન્ટ ઈટલી અને ફ્રાન્સ વચ્ચે નીલા પાણીના સમુદ્ર પર તરતા એક ક્રુઝમાં થશે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રિ-વેડીંગ સરેમની પોતાના હોમટાઉન જામનગરમાં કરનાર અંબાણી પરિવારે પ્રિ-ઈવેન્ટ-2.0 મેડીટેનિયન સાગરમાં ક્રુઝ પર યોજી છે.

હાલમાં ફ્રાન્સ તેના ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટીવલને લઈને ચર્ચામાં છે પણ આવનારા દિવસોમાં ફ્રાન્સની સાથે સાથે ઈટલી પણ સમાચારોમાં હશે. અગાઉ જામનગરમાં ભવ્યાતિભવ્ય પ્રિ-વેડીંગ સમારોહ યોજીને દેશ જ નહીં, દુનિયાભરમાં ધ્યાન ખેંચનાર અંબાણી પરિવારનાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને પ્રિવેન્ડીંગ સમારોહ પાર્ટ-2 તા.28 થી 30 મે દરમ્યાન યોજાશે. આ પ્રિ-વેડીંગ ફંકશન દરમ્યાન દક્ષિણ ઈટલીથી દક્ષિણ ફ્રાન્સ સુધીની સફર ક્રુઝ કરશે આ સફર દરમ્યાન ક્રુઝ મેડીટેરીનિયન સાગર થઈને પસાર થશે.

જાણકારોનું કહેવુ છે કે, સુંદર વાદળી રંગના પાણીવાળા સમુદ્ર પર ક્રુઝથી તટીય ક્ષેત્રનો વ્યુ અને નેચરલ બ્યુટી ખૂબ જ આકર્ષક દેખાય છે. એક અહેવાલ મુજબ ફંકશન 29 મેથી 1 જુન સુધી ચાલશે.

આ સફર દરમ્યાન મહેમાનો સ્વીટઝર્લેન્ડનાં પણ દર્શન કરશે.જાણકારોના જણાવ્યા મુજબ ક્રુઝ પર કોઈને પણ ફોન લઈ જવાની મંજુરી નહિં અપાય. એટલે કે આખો કાર્યક્રમ ગોપનીય રખાશે.

જેવી રીતે ‘ટાઈટેનિક’ જહાજમાં એક શહેરની બધીજ સુવિધા મોજુદ હતી તેવી જ સુવિધા અંબાણીનાં ક્રુઝમાં હશે કંઈક એવા પ્રકારની ક્રુઝ યાત્રા પણ હશે. ક્રુઝમાં કેસીનો, ફીટનેસ સેન્ટર, થિયેટર, સ્વીમીંગ પુલ, હોટ ટબ, લાઉંજ, લાયબ્રેરી કોન્ફરન્સ રૂમ, લાઈવ ડાન્સ, ડિસ્કોથેક, મોટા રેસ્ટોરન્ટ, ઓપનબાર અને ત્યાં સુધી કે વોટર પાર્ક પણ હશે.

બાળકો અને મોટેરાઓ માટે ગેમ ઝોન હશે. જહાજનાં સુએટમાં પ્રાઈવેટ બાલ્કની અને ઈન્ટરનેટની પણ સુવિધા હશે. ક્રુઝના રૂટ પર ખુબસુરત પ્રાકૃતિક નજારા અને છલાંગ લગાવતી ડોલ્ફીન માછલીઓ હશે.

 

Print