www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચેક બાઉન્સ થવાના કેસમાં અમીષા પટેલએ 1.20 કરોડ ચૂકવ્યા


1.24 કરોડની ચૂકવણી બાકી

સાંજ સમાચાર

રાંચી. 
ચેક બાઉન્સ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલી ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલે સમાધાનના બીજા અને ત્રીજા હપ્તા તરીકે ફરિયાદી અજય કુમાર સિંહને 1 કરોડ 20 લાખ રૂપિયા ચૂકવ્યા છે. અજય કુમાર સિંહના ખાતામાં RTGS દ્વારા ચુકવણી કરવામાં આવી છે.

અગાઉ અમીષા પટેલે કરારના દિવસે 9 માર્ચે 20 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.અમીષા પટેલે સેટલમેન્ટ પહેલા 11 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. ત્રીજા હપ્તા તરીકે રૂ. 70 લાખ ચૂકવવાની તારીખ 25 જૂન નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેણે સમય પહેલા બે હપ્તામાં રૂ. 35 લાખ કરીને રૂ. 70 લાખ ચૂકવી દીધા. અમીષા પટેલે કુલ રૂ. 2.75 કરોડ ચૂકવવાના છે. 

જેમાંથી અત્યાર સુધીમાં 1 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 1 કરોડ 24 લાખની બાકી ના રૂપિયા 62 લાખના બે હપ્તામાં ચુકવણી કરવાની છે. કરાર હેઠળ, 31 જુલાઈ 2024 ના રોજ પાંચમા અને અંતિમ હપ્તાની રકમ 62 લાખ રૂપિયા ની ચુકવણી કરવાની રહેશે.

9 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલતમાં અમીષા અને ફરિયાદી વચ્ચે ચેક બાઉન્સની રકમ રૂ. 2.75 કરોડ પાંચ હપ્તા માં ચૂકવવા સંમત થયા હતા. સંપૂર્ણ રકમ મળ્યા બાદ કેસ બંધ કરવામાં આવશે. ચેક આપ્યા બાદ કેસની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી રહી છે.

મામલો શું છે ?
રાંચીના અરગોરામાં રહેતા ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે દેશી મેજિક ફિલ્મ બનાવવાના નામે અમીષા પટેલને 2.5 કરોડ રૂપિયા આપ્યા હતા. પરંતુ ફિલ્મ બની ન હતી. પૈસા પરત કરવા માટે અમીષાને આપેલા બે ચેક બાઉન્સ થયા હતા. અજયે વર્ષ 2018માં અમીષા પટેલ અને કુણાલ ગોમર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો.

 

Print