www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારોઓની બેઠક મળી: ઈફકો ચેરમેન સંઘાણીની ઉપસ્થિતિ


સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.14
કૃષિ આધારિત અમરેલી જિલ્લાના ખેડૂતો અને ખેતીના વિકાસમાં આમુલ પરિવર્તન અને ખેત ઉત્પાદન માટે વિવિધ પ્રયોગાત્મક અભિગમ આધારિત જિલ્લાના ગામડાઓ અમરેલી, ગુજરાત અને હિન્દુસ્તાનનો આત્મા છે. ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ અને યુવા પેઢી બેરોજગારીમાં પિસાય તેના કરતા બાપ દાદાની જમીનમાં આધુનિક ખેત પધ્ધતિ કરતો થાય તે માટે અમરેલી જિલ્લામાંથી કૃષિ અને ગ્રામીણ વિકાસ પરિષદનાં માઘ્યમથી કામગીરી થશે તેમ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું.

અમરેલી જિલ્લામાં ટૂંકી જમીન ધરાવતા અને નાના ખેડૂત આજે પોતાની જાતે ખેતી કરે છે. આવા નાના ખેડૂતોને ખેતીમાં નિયમિત આવક થાય તે માટે જિલ્લાનાં હવામાન પિયત વ્યવસ્થા અને જમીનની સ્થિતિ પ્રમાણે અલગ અલગ વાવેતરમાં પ્રોત્સાહન, માર્ગદર્શન પ્રોસેસીંગ અને ખરીદી જેવી બાબતોમાં માર્ગદર્શન આપી વાવેતરથી ખરીદી સુધીનું નાના ખેડૂતોને માર્કેટ અને પુરતા ભાવો મળે એ દિશામાં આગામી સમયમાં કામ કરવામાં આવશે. નાના ખેડૂતો ખેતીને ઉદ્યોગના દરજજો વૈજ્ઞાનિક અભિગમ સાથે આપે તેવી મદદ કરાશે.
ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.કે. કાનાણી, નાયબ ખેતી નિયામક બી.એચ. પીપળીયા, જિલ્લા બાગાયત અધિકારી જે.ડી. વાળા સહિત લોકોની ઉપસ્થિતિમાં ભાવિ આયોજન અને યોજના માટે બેઠક મળી હતી.  

Print