www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અમરેલી મોટા માચિયાળા ગામે એસ.પી.ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


સાંજ સમાચાર

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંઘની પે્રરક ઉપસ્થિતિમાં અમરેલીના મોટા માચિયાળા ગામે ભૂલંકાઓએ રંગેચંગે શાળાપ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ - 1 માં પ્રવેશ કરતા બાળકોને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કિટ અર્પણ કરી ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમકરસિંઘે જણાવ્યું કે, બાળકો આગળ વધે તે માટે તેમનામાં આત્મવિશ્વાસનું નિર્માણ કરવું જરૂરી છે.

વિદ્યાર્થીઓના ગુજરાતી, હિન્દીની અને અંગે્રજી ભાષાના અભ્યાસને મહત્વ આપવા જણાવ્યું. આ પ્રસંગે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકાપંચાયત કારોબારી સમિતિ ચેરમેન જે.બી.દેસાઈ, તાલુકા પંચાયત સદસ્થ હરેશભાઈ ભુવા, સરપંચ દેવેન્દ્રભાઈ ધાધલ, અગ્રણી રાજુભાઈ ધાનાણી, સી.આર.સી. રવિ મહેતા, શાળાના આચાર્ય કૈલાશબેન ભટ્ટી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Print