www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોટીપાનેલીમાં શીતલનાથ દાદાના જૈન દેરાસરનો અમૃતમહોત્સવ ઉજવાયો


સાંજ સમાચાર

મોટીપાનેલી,તા.27
મોટી પાનેલી ખાતે આવેલ શીતલનાથ દાદા ના જૈન દેરાસરની ઈ.સ.1950 માં પ્રતિષ્ઠા થયેલ હતી જે 74 વર્ષ પૂર્ણ કરીને 75 વર્ષના અમૃત મહોત્સવ વર્ષમાં પ્રવેશ કરેલ છે જે આ અમૃત મહોત્સવ પ્રસંગે મહાવીર સ્વામીના કેવલ જ્ઞાન કલ્યાણ ના દિવસે અનેરી ધ્વજા આરોહણ નો ઉત્સવ ઉજવાયેલ હતો .

જેમાં ધ્વજા આરોહણ સાથે સવારે નવકારશ્રી.. બપોરે સ્વામી વાત્સલ્ય અને સાંજે ચવ વિહારનો પ્રસંગ સંપન્ન થયેલ જેમાં મૂળનાયક શિખર ની ધ્વજાનો ચડાવો... રંગ મંડપ ના ઘુમ્મટ ની ધજા નો ચડાવો.. મણીભદ્ર દાદા ની ડેરીના ધજાનો ચડાવો... સૂર્ય દર્શન અને ચંદ્ર દર્શનનો ચડાવો તેમજ સાંજની 108 દીવડાની મહા આરતી અને મંગલ દીવાનો ચડાવો થયેલો જેમાં જૈન સમાજના ભાગ્યશાળી પરિવારોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી તેમજ જૈન સમાજે સાથે મળીને ભોજન પ્રસાદનો લહાવો લીધેલો હતો આ શુભ પ્રસંગે મોટી પાનેલીના વતની કે જે બહાર વસવાટ કરે છે તેઓ એ આ પ્રસંગે હાજરી આપેલ હતી

Print