www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સંજય વાટીકામાં થયેલ રૂા.13.25 લાખની ચોરીના બનાવમાં ફરાર પરપ્રાંતિય શખ્સ ઝડપાયો


ક્રાઈમ બ્રાંચની ટીમે માધાપર ચોકડી પાસેથી મહેન્દ્ર મેહડાને દબોચ્યો: અગાઉ રામસીંગ અજનાર નામનો શખ્સ ઝડપાઈ ચુકયો છે

સાંજ સમાચાર

રાજકોટ તા.27

સંજય વાટીકામાં થયેલ રૂા.13.25 લાખની ચોરીના બનાવમાં ફરાર આરોપી મહેન્દ્ર મેહડાને ક્રાઈમ બ્રાંચની ટીમે માધાપર ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ્ટેબલ અમીત અગ્રવાત, વાલજી જાડા, પ્રદીપસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે સંજયવાટીકામાં થયેલ ચોરીના ગુન્હાનો આરોપી માધાપર ચોકડી પાસે હોવાનું માહિતીના આધારે બાતમીના સ્થળેથી તસ્કર મહેન્દ્ર કુંવરસિંહ મેહડા (ઉ.વ.26) રહે. જામનગર મુળ મધ્યપ્રદેશને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સંજયવાટીકામાં રહેતા શિતલબેન સાણથરા અને તેનો પરિવાર પુત્રના લગ્ન માટે પોરબંદર ગયો હતો ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રૂા.13.25 લાખના મુદામાલ ચોરી કરી નાસી છુટયા હતા જે બનાવમાં અગાઉ રામસિંહ અજનાર નામનો શખ્સ ઝડપાઈ ચૂકેલ છે.

Print