www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જાફરાબાદનાં દરીયાઈ ખાડી વિસ્તારમાં ક્રિકેટ રમવાનું મેદાન બનાવવાનો પ્રયાસ


સાંજ સમાચાર

જાફરાબાદ શહેરના નવા પુલની બાજુમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી જમીનમાં  કોઈ અજાણ્યા ઇસમે કોઇપણ જાતની વહીવટીતંત્રની મંજુરી મેળવ્યા વિના દરીયાઇ ખાડીના કિનારે ક્રિકેટનું મેદાન બનાવી નાંખી તેમજ બનાવેલ ક્રિકેટના મેદાનની ત્રણ બાજુએ ર.પ થી 3 ફુટ ઉંચાઇના માટીના પાળા પણ બનાવી નાંખી દરીયાઇ ખાડીના કુદરતી પ્રવાહને આવતો રોકીને તેમજ આ મેદાન માટે આ વિસ્તારમાં આવેલ મેન્ગ્રુવના ઝાડ કાઢી નાખીને નોટીફીકેશનનો ભંગ કરીને અજાણ્યા શખ્સોએ ગુન્હો કર્યા અંગેની ફરિયાદગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભાવનગરના પ્રાદેશીક અધિકારી અલ્કેશકુમાર જગદીશભાઇ રાઠોડે  જાફરાબાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. 

Print