www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુપેડીના મુરલીમનોહર મંદિર ખાતે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત


તમામ માંગણીઓનો સ્વીકાર કરી ઉપવાસીઓને પારણા કરાવાયા: તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શીંગાળાની મધ્યસ્થી લડતનો અંત

સાંજ સમાચાર

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.29
 

ધોરાજી નજીક આવેલ વર્ષો જુના પૌરાણીક મુરલીમનોહર મંદિર ખાતે ભાવીકો દ્વારા છેલ્લા 48 કલાકથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ હતું. આ આંદોલનમાં તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ શીંગાળાએ મધ્યસ્થી કરી જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાને જાણ કરતા ગઈ કાલે સાંજે જીલ્લા પ્રમુખ સહીતના આગેવાનોની હાજરીમાં તમામ માંગણીનો સ્વીકાર કરાતા આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત આવેલ છે.

તેમજ ઉપવાસીઓને પારણા કરાવવામાં આવેલ છે.ઉપવાસ આંદોલનમાં દિશાંતભાઈ અને કેવીનભાઈને આગેવાનો દ્વારા છાવણીની મુલાકાત લઈ તેને સમજાવવાનો પ્રયત્ન કરેલ અને તેને ખાત્રી આપવામાં આવતા આ આમરણાંત ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવેલ છે.આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રી રવીભાઈ માકડીયા, ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ, મયુરભાઈ શિાંગાળા, માર્કેટીંગ યાર્ડ ચેરમેન ભાજપ અગ્રણી હરકીશન માવાણી, બાવભાઈ ટોળીયા, બક્ષીંપંચ મોરચા પ્રમુખ ઉપલેટા ભાજપ અગ્રણી હરસુખભાઈ સોજીત્રા, સહીતનાની હાજરીમાં ઉપવાસ પર બેઠેલા લોકોને અને મંદિર રવીદાસ બાજુને પારણા કરાવેલ હતાં

Print