www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં વિનશા સંઘવીની કલાકૃતિઓનું પ્રદર્શન


સાંજ સમાચાર

રાજકોટ,તા.21

વિલેપારલાના જૈન અગ્રણી કિશોરભાઈ ભીમજીભાઈ સંઘવીના પુત્રી કુ.વિનસ સંઘવીના આર્ટવર્ક એક વિઝુયુઅલ સિરંફની છે.જે ઓર્કેસ્ટ્રલ એબ્સ્ટ્રેકેશનના સ્તરો દ્વારા તેના અનુભવોને પ્રતિબિંબિત કરે છે. તેણીની કલાત્મક રચનાઓ વિશિષ્ટ સ્તરોમાં છુપાયેલ અથવા પ્રગટ થયેલ સિમેન્ટીક એકરૂપતાને વ્યકત કરે છે.

તાજેતરમાં વિવિધ કલાકૃતિઓનું જહાંગીર આર્ટ ગેલેરીમાં 10 થી 16 જૂન સુધી પ્રદર્શન યોજાયેલ જેમાં પ્રેક્ષકો, કલાપ્રેમીઓ પ્રસન્ન થયા હતાં.વિનસ સંઘવી પોતે જે કાંઈ કલાકૃતિઓની ઉપજ થાય છે. તેમાંથી જરૂરિયાતમંદ સંસ્થાઓમાં અમુક રકમનું દાન કરીને સંતોષ અનુભવે છે.

 

Print