www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્પર્મ ડોનેશન દ્વારા..

અમેરિકાનો અપરીણિત પુરૂષ 165 બાળકોનો પિતા બન્યો!!


100થી વધુ બાળકો તેના સંપર્કમાં છે કે જેની માતાને તેને ‘સ્પર્મદાન’ કયુર્ં છે

સાંજ સમાચાર

આખી દુનિયાએ ભલે 16 જૂને ફાધર્સ ડે ઉજવ્યો હોય, પણ અમેરિકાના એક માણસ માયે આ દિવસ અત્યંત સ્પેશ્યલ હતો. એરી નેગલ નામનો આ માણસ તાજેતરમાં 165માં બાળકનો પિતા બન્યો છે. 48 વર્ષનો એરી બેથ્સનો પ્રોફેસર છે અને સ્પર્મ ડોનેટ કરવાનું કામ કરે છે.

ભારતમાં ભલે લોકોએ ‘વિકી ડોનર’ ફિલ્મથી સ્પર્મ ડોનેશનનો ખ્યાલ આવ્યો હોય, પણ આ ભાઈને તો વર્ષો પહેલાં સ્પર્મિનેટરનું બિરૂદ મળી ચૂકયું છે. દર અઠવાડિયે 1-2 મહિલાઓને સ્પર્મ ડોનેટ કરતા એરીનું કહેવું છે કે તે 50 વર્ષ પછી ડોનેશન બંધ કરી દેશે, કેમ કે ઉંમર વધ્યા બાદ સ્પર્મ ડોનેટ કરવાની ઓટિઝમ જેવી બીમારી થઈ શકે છે. 

એરીનાં 56 બાળકો ન્યુ યોર્કમાં, 20 ન્યુ જર્સીમાં અને 13 કનેકિટકટમાં છે. તે અમેરિકા ઉપરાંત યુરોપ, એશિયા અને આફ્રિકામાં પણ સ્પર્મ ડોનેટ કરી ચૂકયો છે.

આમા 10 મહિલાઓ એવી છે જે હાલ પ્રેગ્નન્ટ છે અને જુલાઈ-ઓગસ્ટમાં બાળકને જન્મ આપશે. જે મહિલાએ તાજેતરમાં 165માં બાળકને જન્મ આપ્યો છે તે મહિલાને એરી નેગલના સ્પર્મથી અગાઉ ત્રણ બાળકો થઈ ચૂકયાં છે. બાળકોના પિતા સાથે લગ્ન કરવા તૈયાર થાય.

Print