www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અને હવે વોટ્સએપમાં પ્રોફાઇલ પિકચરના સ્ક્રીન શોટ નહીં લઇ શકો


સાંજ સમાચાર

વોટસએપ દ્વારા એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે, જે રોમેન્ટીક લોકોના દિલમાં કાતર ફેરવવાનું કામ કરશે. વાસ્તવમાં ઘણા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે કેટલાક વોટસએપ યુઝર્સ તેમના મનપસંદ લોકોના પ્રોફાઇલ  પિકચરના સ્ક્રીનશોટ લે છે અને પછી યુઝરની પરવાનગી વગર તેમની સુવિધા મુજબ તેનો ઉપયોગ કરે છે. વોટસએપ આવા રોમેન્ટીક લોકો માટે એક ખાસ ફીચર રજુ કર્યુ છે, જેઓ હવે કોઇના પ્રોફાઇલ પિકની સ્ક્રીનશોટ લઇ શકશે નહી.

►જયારે સ્ક્રીનશોટ લેવામાં આવશે ત્યારે સૂચના આવશે

હાલમાં આ ફીચરWhastApp દ્વારા iOS યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વોટસએપ અપડેટસને ટ્રેક કરતી વેબસાઇટ WABetainfo અનુસાર જયારે નવું ફીચર રોલઆઉટ કરવામાં આવે છે. જો કોઇ તમારા પ્રોફાઇલ પિકચરનો સ્ક્રીનશોટ લેવા માંગે છે, તો તમને એક સૂચના મળશે કે સ્ક્રીનશોટ કોણે લીધો છે. પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ લેવા માંગે છે. આ રીતે તમે તે વ્યકિતને બ્લોક કરી શકો છો. ઉપરાંત પ્રોફાઇલ ફોટો બધા વપરાશકર્તાઓને ન દેખાય તે માટે તમે સેટીંગ્સમાં ફેરફાર કરી શકો છો.

►ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી

કંપનીનું કહેવું છે કે વોટસએપનું નવું ફીચર સિકયોરીટીની દ્રષ્ટિએ ખુબ જ અસરકારક સાબિત થશે અને તે ફોટાનો દુરૂપયોગ પણ અટકાવશે. હાલમાં આ સુવિધા વિકાસના તબકકામાં છે. જોકે, હજી પણ ચિંતા છે કારણ કે સ્ક્રીનશોટને અવરોધિત કરવા છતાં કોઇ વ્યકિત હજી પણ બીજા ફોનમાંથી ફોટો કલીક કરી શકે છે. ફોટોનો આ રીતે દુરૂપયોગ  પણ થઇ શકે છે. જેના માટે કદાચ વોટસએપને કામ કરવું પડશે.

Print