www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બાલા હનુમાનને 56 ભોગનો અન્નકુટ: મહાઆરતી-રામધુનમાં જોડાયો જનસમુદાય


સાંજ સમાચાર

જામનગર શહેરમાં આવેલ સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરમાં ગઇકાલે સાંજે 56 ભોગ અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને રાત્રિના ઉત્સવ આવરતી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં અને આરતી થયા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ હનુમાન મંદિર 1540 માં જામનગરના રણમલ તળાવની દક્ષિણ-પૂર્વમાં આવેલું સ્થાપિત થયું હતું. જેનું નિર્માણ પ્રેમભિક્ષુજી મહારાજે 1 ઓગષ્ટ 1964 ના રોજ કરવામાં આવ્યું હતું. આ અખંડ રામધૂનને લીધે જામનગરનું આ બાલા હનુમાન મંદિર બે વખત ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચુક્યું છે.

Print