www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર માળખાને 50 વર્ષ પૂર્ણ થતા

પૂ.મહંતસ્વામીના સાંનિધ્યમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની ઘોષણા


બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સમાજ માટે સમર્પિત કાર્યકરોને બિરદાવવામાં આવ્યા

સાંજ સમાચાર

રાજકોટ,તા.1

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનીઉપસ્થિતિમાં કાર્યકર સુવર્ણ મહોત્સવનો ઉદઘોષ બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે સમાજ માટે સમર્પિત કાર્યકરોને બિરદાવવામાં આવ્યા છેલ્લા સતત 17 દિવસોથી રાજકોટબી. એ.પી. એસ. સ્વામિનારાયણમંદિરની શોભા કંઈકઅનેરી જોવા મળી રહી છે. નિત્ય ભક્તોના મહેરામણ વહેલી સવારથી જ મંદિરે પૂજા દર્શન માટે ઉમટી રહ્યા છે. સાયં સભા અને પારાયણમાં પણ અનેરા આનંદ અને ઉલ્લાસ સાથે ભક્તો વ્યવહારિક વ્યસ્તતા વચ્ચે પણ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

તારીખ 30 જૂન,રવિવારના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજના રાજકોટ રોકાણનાસત્તરમાં દિનનેે ‘સેવા દિન’ તરીકે ઉજવવામાં આવ્યો. બી.એ. પી.એસ.સ્વામિનારાયણ સંસ્થામાં કાર્યકર માળખાને 50 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષને‘કાર્યકર સુવર્ણ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તે નિમિતે આજના દિને કાર્યકરોની સેવાને બિરદાવવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરના અક્ષરબ્રહ્મ સંકુલનાપ્રાંગણમાં સંસ્થાના હજારો સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરો શ્વેત વસ્ત્રોમાં અને કાર્યકર સુવર્ણ મહોત્સવના ખેસ સાથે શોભી રહ્યાં હતાં. સમગ્ર મંદિર જાણે શ્વેત હંસોરૂપીકાર્યકરોથી સજ્જ બન્યું હોય તેવું દ્રશ્યમાન હતું. મંદિર પર જ આકર્ષક મંચનું નિર્માણ કરાયું હતું.પ.પૂ.મહંતસ્વામીમહારાજનીઉપસ્થિતિમાં કાર્યકર સુવર્ણ મહોત્સવના જયઘોષ સાથે સંતો અને કાર્યકરો દ્વારા હજારો ફુગ્ગાઓગગનગામી કરવામાં આવતા સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉલ્લાસભર બની ગયું હતું. 

આજના દિવસેપ.પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાનો વધુ એક નૂતન પ્રકલ્પ ‘પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ દ્વારા સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂલ અભ્યાસની સાથે-સાથે જ, ધોરણ - 7 થી જ UPSC-GPSC જેવી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે.SANKALP કાર્યક્રમમાં મુખ્યત્વે SA - seeking aspirations, NK - Nurturing Knowledge અને ALP - Aiming for leading Personality  એમ પ્રેરણા, જ્ઞાન અને કૌશલ્યનાત્રિવેણીપાસાંઓ પર વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવશે. 

આજે પારાયણનાપૂર્ણાહુતિ દિને હજારો ભક્તોથીમંદિરના બંને સભાગૃહ હકડેઠઠ બન્યા હતા. પારાયણના અંતિમ દિને સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂજ્ય વિવેકસાગરસ્વામીએપ્રેરણાત્મકવક્તવ્યનો લાભ આપ્યો હતો. ત્યારબાદ યુવકો દ્વારા સેવાદિનનિમિતે સંસ્થાના કાર્યકરોની સેવાને બિરદાવતો રસપ્રદ સંવાદ રજૂ થયો. જેમાં કાર્યકરો દ્વારા થતી સમાજ ઉત્કર્ષનીસેવાઓ જેવી કે ભૂકંપ રાહત કાર્ય, દુષ્કાળ રાહત કાર્યો, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, કોરોના રાહત કાર્ય, યુક્રેન રાહત કાર્ય વગેરે જેવી આકસ્મિક આપત્તિઓમાં સદા સેવા અને સહાય માટે બી.એ. પી.એસ. ના કાર્યકરો તત્પર રહે છે. સભાના અંતે પ.પૂ.મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાન પર વિશ્ર્વાસ રાખવો અને પ્રયત્ન ચાલુ રાખવો.ભગવાન જે કરે છે

તે બરાબર કરે છે. એમ ગુણ લેવો.તમારા સ્વભાવો છે એ તમારા કરતા પણ જૂના છે.સ્વભાવ સહેલાઈથી ટળે નહિ તેના માટે મહેનત કરવી પડે, તેનો ઉપાય એ છે કે જે કાર્ય કરીએ છીએ તેમાં જ શ્રધ્ધા રાખીને મંડી પડવું. અને બાકી ભગવાનમાં વિશ્ર્વાસ રાખવો.સ્વભાવ સહેલાઈથી ટળે નહિ, ધીરજ રાખવી પડે.વિશ્ર્વાસપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક કાર્ય ચાલુ રાખવું ને પછી ભગવાન પર છોડી દેવું.’આજના ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવસમારોહની પૂર્ણાહુતિ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા રચિત કાર્યકરોને સમર્પિત એવા કીર્તન પર યુવકોના શાનદાર નૃત્ય અને આરતી દ્વારા કરવામાં આવી હતી.

 

Print