www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રતિબંંધિત પ્લાસ્ટિક વેંચતા વધુ 132 વેપારીઓ દંડાયા


36.15 કિ.ગ્રા પ્લાસ્ટિક જપ્ત: ગંદકી કરનારા પાસેથી રૂ।5900 ચાર્જ વસુલ

સાંજ સમાચાર

રાજકોટ,તા.20
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરીમાં ત્રણેય ઝોનમાંથી કુલ 132 આસામીઓ પાસેથી 36.15 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.45900/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 44 આસામીઓ પાસેથી 5.6 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 9300/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 35 આસામીઓ પાસેથી 10.75 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ 15600/-નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 53આસામીઓ પાસેથી 19.8કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથીરૂ.21000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

 

Print