www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગુજરાતમાંથી વધુ એક પાકિસ્તાની જાસુસ ઝડપાયો


ગુજરાત એટીએસને મળેલી ચૌકકસ બાતમી આધારે પોરબંદર માંથી જાસુસને પકડયો: ગુજરાતની માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થાને મોકલતો હતો

સાંજ સમાચાર

અમદાવાદ,તા.23
ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસો પહેલા મહેસાણા માંથી પાકિસ્તાનની જાસુસની ધરપકડ કર્યા બાદ વધુ એક પોરબંદરમાંથી પાકિસ્તાન જાસુસની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

ગુજરાત એટીએસને મળેલી ચૌકકસ બાતમી આધારે પોરબંદરમાં વોચ ગોઠવી એક જાસુસની ધરપકડ કરી હતી.આ જાસુસ ગુજરાતની માહિતી સોશ્યલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનની આઈએએસ જાસુસી સંસ્થાને મોકલતો હોવાની વિગતો ખુલી હતી.

આ જાસુસ ભારત અને ગુજરાતની મહત્વની માહિતી પાકિસ્તાન મોકલતો હોવાના પુરાવા મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અને વધુ પુછપરછ માટે અમદાવાદ લઈ જવાયો છે.થોડા દિવસો પહેલા મહેસાણા બાદ પોરબંદરથી વધુ એક પાકિસ્તાની જાસુસ ઝડપાતા એટીએસ ચોંકી ઉઠી છે.

 

Print