www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બિહારમાં વધુ એક પુલ ધરાશાયી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા


અરરિયા બાદ સિવાનનો પુલ ધ્વસ્ત

સાંજ સમાચાર

સિવાન (બિહાર), તા.22
અરરિયા બિહારમાં વધુ એક પુલ ધ્વસ્ત થઇ ગયો છે. આ વખતે શિવાન જિલ્લાના મહારાજગંજ પ્રખંડના પટેઢા ગામમાં નહેરની વચ્ચોવચ્ચ બનેલો નહેર પુલ અચાનક ધરાશાયી થઇ ગયો હતો.

પુલ તૂટવાથી ડઝનબંધ ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા.સિવાનમાં પુલ તૂટી પડવાનું કારણ માટીનું ધોવાણ માનવામાં આવી રહ્યું  છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બિહારના અરરિયામાં પણ નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો જેના કારણે વિપક્ષોએ નીતિશ સરકાર પર પ્રહારો કર્યા હતા.

Print