www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોદી જુલાઇમાં રશિયા ઉપરાંત ઓસ્ટ્રીયાનો પણ પ્રવાસ કરશે


સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.20
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇ માસના બીજા સપ્તાહમાં ઓસ્ટ્રીયાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે સ્ટાર્ટઅપ તથા હાઇટેક ક્ષેત્રમાં કરાર થવાની સંભાવના છે.

ભારતના કોઇપણ વડાપ્રધાન ચાર દાયકા બાદ યુરોપીયન યુનિયનના આ દેશની મુલાકાતે જશે. આ પૂર્વે 1983માં તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી. બન્ને દેશો દ્વિપક્ષી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

ઓસ્ટ્રીયા નાટોનું સભ્ય રાષ્ટ્ર નથી. યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પણ ઓસ્ટ્રીયાએ રશિયા સાથેના આર્થિક સંબંધો જાળવી રાખ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઓસ્ટ્રીયા જશે.

 

Print