www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચેક રિટર્ન કેસમાં સજા થતા થયેલી અપીલ રદ્દ


સાંજ સમાચાર

રાજકોટ તા.21
 શહેરમાં રહેતા આરોપી ઉમેશ બાબુભાઈ કાકડીયાએ રાજકોટમાં જ રહેતા મયંકભાઈ પ્રભુદાસભાઈ રાધનપુરા અને તેમના ભાઈ જયદીપભાઈ રાધનપુરા પાસેથી રૂા.8.50 લાખ સંબંધના દાવે હાથ ઉછીના લીધા હતા. ત્યારબાદ આ રકમ ચુકવવા રૂા.5 લાખ અને રૂા.3.50 લાખના એમ બે ચેક આપ્યા હતા. બંને ચેક રિટર્ન થતા ફરીયાદી ભાઈઓએ ઉમેશ કાકડીયા સામે કોર્ટમાં ફરીયાદ નોંધાવી હતી.

 જે કેસમાં ન્યાયમૂર્તિ લાલવાણીએ ઉમેશ કાકડીયાને દોષિત ઠરાવી 1 વર્ષની સજા તથા દંડની રકમનો હુકમ કર્યો હતો. જેથી આરોપીએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં કરેલી રજૂઆતો-દલીલો ધ્યાને લઈ અધિક જીલ્લા ન્યાયાધીશ ડી.જે. સીંઘે કરેલ બંને કેસની અપીલ રદ કરી નીચેની કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખેલ છે અને 7 દિવસમાં કોર્ટમાં શરણાંગત થવા આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદી રીસ્પોન્ડન્ટ તરફે એડવોકેટ પરેશભાઈ આર. ઠાકર, પિયુષભાઈ ઠાકર, દીપકભાઈ પટેલ, રવિરાજ ગોહેલ રોકાયેલ હતા.

Print