www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગ્રેચ્યુટી પર વ્યાજ ચુકવવા અંગે પાણી પુરવઠા બોર્ડની અપીલ રદ


સાંજ સમાચાર

રાજકોટ,તા.28
વિલંબીત ચુકવાયેલ ગ્રેચ્યુઈટી પર વ્યાજ ચુકવવા અંગે પાણી પુરવઠા બોર્ડએ કરેલ અપીલ ગુજરાત હાઈકોર્ટએ રદ કરી છે.ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાબોર્ડમાં નોકરી કરતા ભરતકુમાર કુમુદચન્દ્ર મહેતા તા.31/7/2019ના રોજ વયનિવૃત થયા હતાં. તેઓને વિલંબથી ગ્રેચ્યુટી ચુકવતા કંન્ટ્રોલીંગ ઓથોરિટી અને મદદનિશ શ્રમ આયુકત સુરેન્દ્રનગર સમક્ષ ગ્રેચ્યુઈટીના વિલંબીત ચુકવણા પર 10 ટકા લેખે સાદુ વ્યાજ ચુકવવા અરજી કરવામાં આવેલ.જેમાં અરજી માન્ય કરી માંગણી મુજબ વ્યાજ ચુકવવા હુકમ કરેલ હતો.

જેની સામે બોર્ડ દ્વારા અપીલ ઓથોરેટી સમક્ષ અપીલો દાખલ કરેલ અપીલ રદ થતા બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એસ.સી.એ.દાખલ કરી હુકમોને પડકારેલ હતાં. હાઈકોર્ટ પાણી પુરવઠા બોર્ડની તમામ દલીલો અને રજુઆત ફગાવી દીધી હતી. જેથી જુદા-જુદા જીલ્લાઓમાં કરેલ અરજીઓમાં થયેલ ક્ધટ્રોલીંગ ઓથોરીટી અને અપિલ ઓથોરેટીના હુકમોને આ ચુકાદાથી ઘણો જ ફાયદો થશે.આ કેસમાં અરજદાર વતી ભારતીય મજદુર સંઘના હસુભાઈ દવે, મુસાભાઈ જોબણ, હાઈકોર્ટમાં ધારાશાસ્ત્રી જીત રાજયગુરૂ રોકાયેલ હતાં.

Print