www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાળઝાળ ગરમીમાં મનપામાં અરજદારો-કરદાતાઓની લાઇન


સાંજ સમાચાર

ઉનાળાની કાળઝાળ ગરમી વરસી રહી છે અને રાજકોટમાં ઘણા દિવસોથી 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઇ રહ્યું છે

ત્યારે મ્યુનિ. કોર્પોરેશનમાં રોજિંદા આધાર કાર્ડ અને દાખલા કઢાવવાના કામ માટે આવતા લોકોને ભયંકર ગરમી  અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બુધવાર હોય રાબેતા મુજબ વધારે ગીર્દી અને લાઇનો હતી. સિકયુરીટી સ્ટાફે વિભાગ બહાર લાઇનો કરાવતા ફરી પદાધિકારીઓના વાહન પાર્કિંગ સુધી લોકો ઉભા જોવા મળી રહ્યા હતા. આ જ રીતે સિવિક સેન્ટરમાં દાખલા કઢાવવા અને ટેકસ ભરવા આવતા લોકોની પણ લાઇન હતી.

વિભાગ અંદર  લોકો બેસી શકે છે પરંતુ બહાર લાઇનમાં લોકો તડકામાં ઉભા રહેતા હોય છે. પીવાના પાણીની વ્યવસ્થા પણ દેખાતી નથી. આથી અરજદારો અને કરદાતાઓ માટે અધિકારીઓ છાંયડા અને ઠંડકની વ્યવસ્થા કરાવે તે જરૂરી લાગી રહ્યું છે.
 (તસ્વીર : દેવેન અમરેલીયા)

 

Print