www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉપલેટા-ધોરાજી આહીરાણી સંગઠ્ઠનની સ્થાપના પ્રમુખ તરીકે તેજલબેન ચંદ્રવાડીયાની નિમણૂંક


સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.22
તાજેતરમાં ઉપલેટા ધોરાજી આહીરાણી સંગઠન ગુજરાતની સ્થાપના કરવા માટેનો એક કાર્યક્રમ યોજાયેલ તેમાં જુદા જુદા હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ તે તમામ હોદેદારોને મહારાસના સ્વપિનલ (ઓલ ઈન્ડીયા આહીરાણી સંગઠન)ના લીરીબેન માંડમ (જામનગર) દ્વારા નિમણુંક પત્ર આપી સન્માન કરવામાં આવેલ.

તેમાં પ્રમુખ તરીકે સેવાભાવી સહકારી આગેવાન અને ઉપલેટા કૃષ્ણ મહિલા દુધ મંડળીના પ્રમુખ તેજલબેન કમલેશભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ પ્રવિણા બેન પિયુષભાઈ હુંબલ તથા અંકિતાબેન ધર્મેશભાઈ હડીયા, મહામંત્રી કિષ્નાબેન ભાવેશભાઈ સુવા, ચેતનાબેન નિતીનભાઈ ડાંગર, મંત્રી તરીકે રાણીબેન જગદીશભાઈ ડેર, રમાબેન અર્જુનભાઈ બારૈયા, ખજાનચી મિનાબેન રામશીભાઈ રાવલીયા તથા કારોબારી સમીતીના સભ્યો તરીકે દિવ્યાબેન અશ્ર્વિનભાઈ બારૈયા, સેજીબેન ભીમભાઈ વાઢીયા, વર્ષાબુન જેઠાભાઈ ડેર, જયુબેન પ્રવિણભાઈ સ્યારા,ડાહીબેન નારણભાઈ ચંદ્રવાડીયા, મિતલબેન જયદેવભાઈ હુંબલ, અંજુબેન પરબતભાઈ સુવા, રેખાબેન પરબતભાઈ સુવા, રેખાબેન મનોજભાઈ કનારા, શાંતિબેન જલુ સહીતના હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ હતી.આ ત્રિવેણી કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી જામકંડોરણા સહીતના સમાજના આગેવાનો ભાઈ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આ તકે ઉપલેટા ધોરાજી આહીરાણી મહાસંગઠનના હોદેદાર બહેનોને નિમણુંક પત્ર આપવામાં આવેલ હતા.તેમજ સુપ્રસિદ્ધ ગાયક ભાવેશભાઈ આહીર અને સ્નેહલબેન આહીર દ્વારા સુમધુર સંગીતથી આહીરાણીના રાસમાં ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

Print