www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રેકોર્ડમાંથી પોતાના ભાષણના અંશને હટાવાતા રાહુલ ભડકયા: સ્પીકર ભેદભાવ ન કરે


સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.2
રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં આપેલા ભાષણના અંશ રેકર્ડમાંથી હટાવવામાં આવતા રાહુલ ગાંધી ભડકયા છે. રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પોતાના ભાષણનો ભાગ રેકોર્ડમાંથી હટાવવા પર આશ્ચર્ય વ્યકત કર્યુ હતું.

સાથે સાથે તેમણે ભેદભાવનો પણ આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. તેમણે બધી વાતો નિયમ અંતર્ગત કરી હતી તેમ છતા તેના ભાષણના ભાગને હટાવી દેવામાં આવ્યો જયારે અનુરાગ ઠાકરના ભાષણના ભાગને ન હટાવાયો.

રાહુલે પત્રમાં વધુમાં લખ્યું-આ સંદર્ભમાં હું અનુરાગ ઠાકુરના ભાષણ તરફ પણ ધ્યાન ખેંચવા માગુ છું, જેનું ભાષણ પણ આરોપોથી ભરેલું હતું. પણ આશ્ચર્ય જનક રીતે માત્ર એક શબ્દ હટાવવામાં આવ્યો છે! આપના પ્રત્યે સન્માનની સાથે આ રીતે પસંદગીના શબ્દોને હટાવવા તર્કથી પર છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ગઈકાલે સંસદમાં ભાજપ પર જોરદાર વાક્ પ્રહારો કર્યા હતા. તેમણે અગ્નિવીર યોજનાને લઈને કહ્યું હતું કે તે સેનાની નહીં, પીએમઓની યોજના છે. રાહુલે ભાજપ પર નિશાન સાધી હિન્દુઓ અને હિંસાને લઈને નિવેદન કર્યા હતા જે પણ એકસપજ કરવામાં આવ્યા હતા.

Print