www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાળુ વેકેશનની રજાઓ પૂર્ણ થતાં જ હવાઈ એરફેર તળીયે : મુંબઈનું ભાડુ હાલ રૂ।500


ગત એપ્રિલ-મે માસમાં એરલાઈન્સ કંપનીઓએ એરફેરમાં ત્રણ ગણો વધારો ઝીંકતા મુસાફરોને આકરો આર્થિક બોજ પડયો હતો: દિલ્હી, પુના, ગોવા, બેંગ્લોરના ટિકિટ દર નોર્મલ

સાંજ સમાચાર

રાજકોટ,તા.13
ઉનાળુ વેકેશનની રજાઓમાં હવાઈ મુસાફરોનો ઘસારો રહેતા એર લાઈન્સ કંપનીઓએ તકનો લાભ લઈ એરફેરમાં તોતીંગ અઢી થી ત્રણ ગણો ભાવ વધારો ઝીંકી મુસાફરો પાસેથી ઉંચુ ભાડુ વસુલ્યા બાદ હાલ ઉનાળુ વેકેશનની રજાઓની સમાપ્તી થતાં જ ફરી એરફેર નોર્મલ કરી નાખતા હવાઈ મુસાફરોને હાલત થઈ છે.

ગત એપ્રિલ-મે માસમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુના, ગોવા, સહિતની ફલાઈટો દેશનાં વિભન્ન પર્યટન સ્થળો અને વિદેશોને જોડતી કન્કેટીંગ ફલાઈટમાં સમયસર પહોંચવા રાજકોટ-સહિતનાં સૌરાષ્ટ્રવાસી પર્યટકોને રાજકોટ હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મોટો ઘસારો રહ્યો હતો.ડેઈલી સરેરાશ 9 થી 11 જેટલી ફલાઈટો કુલ ઉડતા આ તકનો લાભ એર ઈન્ડિયા અને ઈન્ડીંગો એર લાઈન્સ કંપનીઓએ એરફેરમાં અઢીથી ત્રણ ગણો વધારો ઝીંકી દેતા રાજકોટ દિલ્હીનું એરફેર 21 થી 22 હજાર ગોવા 18 થી 19 હજાર, મુંબઈ 10 થી 12 હજારે પહોંચતાના છુટકે ઉંચા એરફેર ચુકવી સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓએ મનપસંદ સ્થળોએ ઉનાળુ વેકેશનની રજાઓનો આણંદ માણ્યો હતો.

એરફેરના વધારાના કારણે પ્રવાસીઓને ઉચા હવાઈ ભાડાનો ના છુટકે આર્થિક બોજ ઉઠાવવો પડયો હતો.ગઈકાલે ઉનાળુ વેેકેશન પૂર્ણ થતા દેશ વિદેશની ટુરમાંથી મોટાભાગના પ્રવાસીઓ જૂન માસના પ્રારંભીક સપ્તાહમાં પરત આવી ગયા છે. ત્યારે હાલના દિવસોમાં ફરી હવાઈ એરફેર નોર્મલ થયું છે.

હાલ રાજકોટ એરપોર્ટના હવાઈ દર ઉપર ઉડતી નજર નાખીએ રાજકોટથી મુંબઈ રૂ।.3500, દિલ્હી રૂ।.4500, બેગ્લોર રૂ।.6 થી 7 હજાર, ગોવા રૂ।.4000, પુના રૂ।.4000 અને અમદાવાદ રૂ।.3000 આસપાસ એરફેર છે જેને તદ્દન નોર્મલ કહી શકાય.ઉનાળુ વેકેશનની રજાઓ પૂર્ણ થતા ફરી હવાઈ મુસાફરીનાં ભાડા અગાઉની મુજબ નોર્મલ થતા હવાઈ મુસાફરી સસ્તી થઈ છે.

 

Print