www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતના રાજયોના..

આઠ રાજયપાલોનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે નવા ગવર્નરને મામલે ભાજપ દ્વારા મંથન


લોકસભા ચૂંટણી દરમિયાન જે અનુભવી નેતાઓએ પાર્ટીનો નિર્ણય માની સકારાત્મક ભૂમિકા ભજવી તેમને રાજયપાલ પદ મળવાની સંભાવના

સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.24
આગામી ત્રણ મહિનામાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિત આઠ રાજયોના રાજયપાલોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ રાજયો માટે નવા રાજયપાલોના નામ પર કેન્દ્રમાં મંથન ચાલી રહ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ હાઈ કમાન્ડની ઈચ્છા સમજીને લોકસભા ચૂંટણીમાં નવા ચહેરા માટે રસ્તો છોડનાર ભાજપ નેતા હવે રાજયપાલના રૂપમાં રાજ ભવનની શોભા વધારી શકે છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં ભાજપના નિષ્ઠાવાન અનુભવી નેતાઓને વિભિન્ન રાજયોમાં રાજયપાલ બનાવીને મોકલી શકાય છે. આ ઉપરાંત કેટલાક નિવૃત અધિકારીઓને પણ રાજયપાલ બનાવી શકાય છે.

સૂત્રો અનુસાર જે અનુભવી નેતાઓએ ભાજપ નેતૃત્વના નિર્ણયને સહર્ષ સ્વીકારી સ્વીકારેલો અને ચુંટણીમાં પણ જેમની ભૂમિકા સકારાત્મક રહી એવા ચહેરાને પાર્ટી રાજયપાલના પધથી પુરસ્કૃત કરી શકે છે.

સૂત્રો મુજબ બિહારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની ચૌબે, કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા, ઉત્તરપ્રદેશના પૂર્વ મંત્રી વી.કે.સિંહ અને દિલ્હીના પૂર્વ મંત્રી ડો. હર્ષવર્ધનને રાજભવન મોકલવાની ચર્ચા છે. આ ઉપરાંત તમિલનાડુથી પાર્ટી નેતા પી. રાધાકૃષ્ણનને પણ રાજયપાલ બનાવી શકાય છે. 

બીજી બાજુ દેશના જે આઠ રાજયોના રાજયપાલોના કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં આનંદીબેન પટેલ (ઉત્તરપ્રદેશ), કલરાજ મિશ્રા (રાજસ્થાન), આચાર્ય દેવવ્રત (ગુજરાત), બંડારુ દત્તાત્રેય (હરિયાણા), રમેશ બેસ (મહારાષ્ટ્ર), અનસુઈયા ઉઈકે (મણિપુર), ફાઝસિંહ ચૌહાણ (મેઘાલય) અને આરીફ મોહમ્મદ ખાન (કેરલ) સામેલ છે. આ ઉપરાંત પંજાબના રાજયપાલ બનવારીલાલ પૂરોહિત પોતાના પદ પરથી રાજીનામુ આપી ચૂકયા છે. પણ તેનો સ્વીકાર નથી થયો.

સૂત્રો મુજબ કેરળના રાજયપાલ આરિફ મોહમ્મદ ખાનનો કાર્યકાળ વધારી શકાય છે. પાર્ટી નેતાઓનું માનવું છે કે ખાન કેરળની વામપંથી સરકારની રાજનીતિ અને વૈચારિક ફેસલાને મજબૂતીથી ઉજાકર કરી જનતા સામે લાવ્યા છે.

 

Print