www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ વધતાં અનેક જળાશયોમાં જથ્થો ઘટયો: સમસ્યાની ચિંતા


રાજયના 207 જળાશયોમાં સરેરાશ 29.44 ટકા સંગ્રહ: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ગત વર્ષ કરતા હાલ વધુ પાણીનો જથ્થો

સાંજ સમાચાર

અમદાવાદ,તા.24
રાજયમાં એક તરફ ગરમી કાળો કેર વર્તાવી રહી છે ત્યારે કેટલાક જિલ્લામાં જળાશયોનો પાણીનો સંગ્રહ પણ ઝડપથી ખૂટી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગામી દિવસોમાં સમયસર વરસાદ ન આવે તો પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ છે. હાલ રાજયના 207 જળાશયોમાં ઉપયોગમાં લઈ શકાય તેવો સરેરાશ 29.44 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

સમગ્ર ગુજરાતમાં લગભગ એક સપ્તાહ સુધી ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ અપાયું છે ત્યારે પાણીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. 22 મેના આંકડા મુજબ રાજયના જળાશયોમાં સરેરાશ ગ્રોસ સ્ટોરેજ 42.94 ટકા છે પરંતુ તેનાથી સામાન્ય સંજોગોમાં ઉપયોગમાં લેવાતો (લાઈવ સ્ટોરેજ) જથ્થો 30 ટકા પણ નથી.

ઉત્તર ગુજરાતના જળાશયોમાં લાઈવ સ્ટોરેજ 23.72 ટકા, મધ્ય ગુજરાતમાં 44.12 ટકા, દક્ષિણ ગુજરાતમાં 34.27 ટકા, કચ્છમાં 24.78 ટકા, સૌરાષ્ટ્રમાં 30.66 ટકા અને સરદાર સરોવર-નર્મદા ડેમમાં 29.44 ટકા પાણીનો જથ્થો વધ્યો છે.

જોકે કચ્છમાં ફકત 24.78 ટકા અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લામાં કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે આ સમયગાળાની સરખામણીમાં 105 ટકા એમસીએફટી (મિલિયન કયુબિક ફીટ), દક્ષિણ ગુજરાતમાં 449 એમસીએફટી, સૌરાષ્ટ્રમાં 118 એમસીએફટી પાણીનો જથ્થો ઓછો છે.

નર્મદા ડેમમાં હાલ 5218 એમસીએફટી પાણી છે જે ગત વર્ષે આ સમયગાળામાં 4436 એમસીએફટી હતું. એટલે કે 782 એમસીએફટી વધુ જથ્થો ઉપલબ્ધ છે.

Print