www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહારાષ્ટ્રમાં 21થી 60 વર્ષની મહિલાઓને દર મહિને રૂા.1500ની સહાય


પેટ્રોલ-ડિઝલ પર ટેકસ ઘટાડાયો : રાજય સરકારે બજેટ રજૂ કર્યુ

સાંજ સમાચાર

મુંબઇ, તા. 28

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે શિવસેના એનસીપીની યુતી સરકાર દ્વારા આજે રજૂ કરાયેલા બજેટમાં શ્રેણીબધ્ધ પગલાઓ જાહેર કરવામાં આવ્યા હતા.

રાજયના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે બજેટ રજૂ કર્યુ હતું અને એવું જાહેર કર્યુ હતું કે રાજયમાં 21 થી 60 વર્ષની વયજૂથની મહિલાઓને દર મહિને  રૂા. 1500ની સહાય આપવામાં આવશે. જુલાઇ-2024થી આ યોજના લાગુ થશે. આ સિવાય ડિઝલ પરનો ટેકસ  24 ટકાથી ઘટાડીને 21 ટકા કરાયો છે જેનાથી ડિઝલનો ભાવ બે રૂપિયા ઘટશે. પેટ્રોલ પણ ટેકસ ઘટાડાથી લીટરે 65 પૈસા સસ્તુ થશે.

Print