www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એ ભાઇ આ બાજુ આવી જાવ !

G7 સમિટમાં બાઇડન અલગ સ્થળે પહોંચી જતા મેલોની પાછા લાવ્યા


સાંજ સમાચાર

G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન એક વીડિયોમાં વિશ્વ નેતાઓથી દૂર ફરતા જોવા મળ્યા હતા. બ્રિટનના પીએમ સુનક, કેનેડાના પીએમ ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર જેવા G7 જૂથના નેતાઓ વીડિયોમાં હાજર જોવા મળે છે. સમિટના યજમાનની સાથે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ છે.

તમામ નેતાઓ એક સંવાદ સત્ર દરમિયાન પેરાગ્લાઇડિંગ જોઈ રહ્યા છે. આ સમય દરમિયાન પેરાગ્લાઈડર પાસે G7નો ધ્વજ હોય છે. જ્યારે એ ઊતરે છે ત્યારે તમામ નેતાઓ તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરવા લાગે છે. દરમિયાન જો બાઇડન જૂથની બીજી બાજુએ કોઈને અંગૂઠો આપતા જોવા મળે છે. પછી કેમેરામેન બાઇડન પર ફોકસ કરવાનું શરૂ કરે છે.

દરમિયાન ઇટાલીના પીએમ મેલોની જૂથ સાથે વાત કરતાં આગળ વધે છે. પછી તેઓ જો બાઇડનનો હાથ પકડીને તેમને જૂથમાં પાછા લાવે છે. આ પછી બધા નેતાઓ પેરાગ્લાઈડર સાથે વાત કરવાનું શરૂ કરે છે.

બાઇડનનો અલગ દુનિયામાં ખોવાયેલા હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ તો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.ફૂટેજમાં બાઇડન વાતચીતની વચ્ચે મેલોનીને સલામ કરતા જોવા મળે છે.

આ પહેલીવાર નથી, જ્યારે બાઇડનની યાદશક્તિ અથવા તેમના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો ઊભા થયા હોય. આ પહેલાં તેમણે ઘણી વખત અમેરિકન અને અન્ય દેશોના નેતાઓનાં નામ ખોટા લીધાં હતાં.

અમેરિકન મીડિયા ’ન્યૂયોર્ક ટાઇમ્સ’ અનુસાર ફેબ્રુઆરીમાં બાઇડને મેમરી લોસના આરોપોને નકારી કાઢવા માટે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેઓ ગાઝાને લગતા પ્રશ્ન પર હમાસનું નામ ભૂલી ગયા હતા. આ પછી ઇજિપ્તના નેતાઓએ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મેક્સિકોના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.

 

Print