www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દુષ્કર્મની ફરિયાદનો ખાર રાખી યુવાન ઉપર હુમલો


સાંજ સમાચાર

જામનગર તા.22

જામનગર તાલુકાના સચાણા ગામમાં બે વર્ષ પહેલા થયેલી દુષ્કર્મની ફરિયાદનો ખાર રાખીને આરોપીએ સચાણા ઉર્ષના મેળામાં યુવાનને ફડાકા મારીને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સચાણા ગામમાં બે વર્ષ પહેલા આરોપી તોસીફ સુલેમાન લાખાએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો ખાર રાખીને આરોપી જેલમાંથી બહાર  આવ્યો હોય અને ગત તા.16ના રોજ સચાણા ગામમાં શકકર પીરની દરગાહે યોજાયેલા ઉર્ષના મેળામાં ગયો હતો. જ્યાં સગીરાનો ભાઈ ભેગો થઈ જતાં આરોપી તોસીફે તેને ફડાકા મારીને છરી બતાવી હતી અને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવાને ઘરે વાત કર્યા બાદ ગઈકાલે સાંજે પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા જમાદાર એચ.જી.જાડેજાએ ગુનો નોંધીને આરોપી તોસીફ સુલેમાન લાખાની ધરપકડ માટે શોધખોળ આરંભી છે.

Print